Loading

જીવન નામે ગાડીને સવાર લાખ માણસો

ઘણાં જીવે ઘણાં મરે, બાકી નાખે નિસાસો

 

કોઈ પૂછે કેમ છે ને કોઈ કહે છે મજામાં

રસ્તે રહેતાં જીવે જાણે હોય તે સજામાં

 

કોઈ વાત છુપાવી રાખે ને કોઈ કહે સામે

આ સૃષ્ટિમાં આવા માણસોની તો જોડી જામે

 

બદલાય છે માણસો જેમ બદલાય પાસો

મુશ્કેલી એમની ને આપણને કહે નાસો 

 

લોકો કહે કે શોધવાથી મળે અહીં ખજાના

ને પછી લાખ માણસ ભળે અહીં મજાના

 

એવી ખબર કે માણસ જ માણસને નડે

ને પાછા કહે દેવ અંશ મંદિરમાં જડે

 

પળમાં જીવનનો થઈ ગયો કેવો ખુલાસો

હવે આગળ શું આવશે એ તમે તપાસો

 

કવિતાનું વર્ણન:-

આ કવિતામાં મેં દર્શાવ્યું છે કે, જીવન બધાને મળી તો ગયું. પણ, ઘણાં બધાં લોકો પૈસાવાળા હશે કોઈક મધ્યમવર્ગીય હશે અને કોઈ સાવ ગરીબ હશે અને ઘણાં લોકો જે સાવ રસ્તા પર જ રહે છે તેમને તો પોતાનું જીવન સજા જેવું જ લાગતું હશે અને નિસાસા નાખતાં હશે.

માણસ જોડે જો પૈસા હશે તો આ જગતમાં લોકો એને ખુબ સારી રીતે આવકારશે અને એમનાં જોડે ભળવાના પ્રયત્નો કર કર જ કરશે અને તેમાં ને તેમાં પોતાનું જીવન પૂરું કરી દેશે. તો મારા હિસાબે આવું કરવાનો કોઈ અર્થ નથી અને કદાચ આપણે પણ કોઈને નડ્યા વગર એટલો જ પરિશ્રમ કરીએ તો આપણને પણ એ બધું મળી શકે. 

 

નોંધ:- 

૧. આ કવિતામાં પ્રથમ હરોળમાં જે આંકડો પ્રયોજવામાં આવેલ છે તે ઉદાહરણ છે.

૨. આ કવિતા જે જોયું અને જે સાંભળ્યું છે તેના પર આધાર રાખીને મારા દ્વારા લખવામાં આવી છે.

Like
17
This is a guest post
Author: Dewansh Chauhan

Dewansh is the true spirit of the author. He has written many poems in Gujarati. He is an avid reader and has a keen interest in Gujarati novels and poems. He is a design consultant by profession but loves creating content and short stories that showcase his incredible love for the Gujarati language and India.

0 Shares:
1 comment
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
socha nahi_hindi poem_mindshelves
Read More

Socha Nahi

Ha hota h sabko pyar Socha nahi tha mujhe bhi hoga Ha shayd pasand ho tum Par mene…
Positive energy_Gujarati poem
Read More

Positive Energy

સમસ્યા સાથે જ સમાધાન જન્મે છે, અંધકાર અજવાળા ની શક્યતા દર્શાવે છે, નફરત પ્રેમ નું મૂલ્ય સમજાવે છે,…
Gujarati Poem - I Write - Mindshelves
Read More

I Write

હું લખું છું, મનના તરંગો ને સમજવા, વિચારો ને વાચા આપવા, હું લખું છું  વ્યસ્તતા માં પોતાને ક્યાંક…
Vichar - Gujarati poem
Read More

વિચાર

જીવું છું પણ જાણે લાગે એવું કે બીજા માટે પાણી ભરવાના વિચાર આવે ઘાટે ઘાટે   મનમાં વિચારોનું…