Loading

અસંખ્ય કામ નું લિસ્ટ અને જીવ ને અઢળક આનંદ આપે એવો સમય આવી રહ્યો હતો. સાધનાબેન તો જાણે આટલી બધી ખુશી ને આવકારવા માટે શુ કરે અને શુ ના કરે એ જ અસમંજસ માં હતા. 

ફટાફટ ડગલાં ભરતા ભરતા તે મંદિરે થી ઘર તરફ આવી રહ્યા હતા, ત્યાં જ રસ્તા માં મનીષાબેન એ એમને રોક્યા.

“સાધનાબેન, આવો ને અહીં થોડી વાર. કેમ આજે સીધા સીધા ઘર તરફ જવા લાગ્યા?”

સાધનાબેન તો માનો કે આખી દુનિયા ને કહેવા માટે તૈયાર હતા કે એમનો વ્હાલસોયો દીકરો Banglore થી ઘરે આવી રહ્યો હતો.

પોતાના ઓફિસ ના કામ માં એટલો રચ્યો-પચ્યો રહેતો વિકાસ અંદાજે 2 વર્ષે ઘર તરફ પ્રયાણ કરી રહ્યો હતો.

“એની પસંદ નું બધું જ આ વખતે તો બનાવવું છે” – સાધનાબેન તો જાણે રાજી ના રેડ થઇ ગયા હતા. 

વિકાસ નું ભાવભેર સ્વાગત કરે છે, એની આરતી ઉતારે છે, અને હર્ષ થી તેને ઘર માં લઇ આવે છે. 

ચેતનભાઈ ને retirement પછી government જોબ ના કારણે સારું એવું પેન્શન મળી રહેતું હતું એટલે બંને પતિ પત્ની પોતાની રીતે સુખે થી રહેતા હતા. 

દીકરી સપના ને ત્યાં પણ થોડા સમય પહેલા જ બાળક આવ્યું હતું, બસ ચિંતા હતી તો હવે વિકાસ ની.

જેમ દરેક માતા પિતા ને હોય તેમ સાધનાબેન અને ચેતનભાઈ પણ સગા-સબંધીયો માં વિકાસ ના લગન ની વાત ને વેગ આપવા લાગ્યા હતા કે કોઈ પસંદ પડે તેવું પાત્ર શોધી અને વિકાસ ને સજોડે જ હવે મોકલશુ.

વાતો માં ને વાતો માં, સપના ના સેતુ ને બાંધતા ક્યાં સવાર પડી ગઈ ખબર જ ના પડી. 

સવાર પડતા જ, સાધનાબેન થી તો ના રહેવાયું એટલે એમને વિકાસ ને પૂછી જ નાખ્યું કે, 

“વિકાસ, આપડે સુરેશભાઈ છે ને જે આપડી જ્ઞાતિ માં આગળ પડતા છે, એમની દીકરી સોનલ માટે તું શુ વિચારે છે?”

વિકાસ થોડો ખચકાયો અને કહે – “કેમ મમી, આવું અચાનક પૂછે છે?”

ત્યાં જ ચેતનભાઈ આવી ને કહે છે કે – “પાગલ, તારા લગન માટે જ તો!”

વિકાસ ગંભીરતા થી કહે છે કે – “મમી અને પપ્પા, હું આ વખતે તમને કહેવાનો જ હતો અને કદાચ હવે આ જ સાચો સમય પણ છે કે હું એક છોકરી ન પ્રેમ માં છુ. કાજલ અને હું એક સાથે જ college માં હતા અને અમને બન્ને ને સાથે જ પ્લેસમેન્ટ માં જોબ Banglore મળી હતી. અમે એકબીજા ને ઓળખી લીધા છે અને એકબીજાના જીવનસાથી બનવા માટે તત્પર છે. કાજલ ને હાલ જ બરોડા માં જોબ લાગી છે જેથી તે અહીં શિફ્ટ થવાની છે અને હું પણ અહીં ના પ્રયત્નો કરું છુ જેથી આપડે બધા સાથે રહી શક્યે.”

સાધનાબેન અને વિકાસભાઈ તો બે ઘડીક સાંભળી જ રહ્યા કે જાણે છોકરો અચાનક મોટો થઇ ગયો હોય. પણ દીકરા ની પસંદ ને માન્યતા આપી અને લગ્ન ની તૈયારીઓ શરુ થવા લાગે છે.

વિકાસ અને કાજલ પ્રભુતા માં પગલાં પડી અને નવા જીવન ની શુભ શરૂવાત કરે છે.

કાજલ આજકાલ ની છોકરીઓ કરતા થોડી અલગ હોય છે. તે સમજી વિચારી ને બોલવા વાળી, પ્રેમાળ, સીધીસાદી, પોતાના માં જ રચીપચી રહેનારી, અને અત્યંત સંવેદનશીલ સ્વભાવ ની છે. ઘણી વાર તેના કોમળ સ્વભાવ ની પરીક્ષા પણ થાય છે, ક્યારેક ઉપયોગ પણ થાય છે, તો ક્યારેક તેને મૂર્ખ સમજવામાં આવે છે. પણ કાજલ તો જાણે બધા ના માં સારું જ જોવા ટેવાયેલી હોય છે. તેનો દુનિયા માટે નો અભિગમ positive હોય છે. એ જ તો ખાસિયત હતી જેના કારણે તે ટોળા થી હમેશા અલગ દેખાઈ આવતી અને વિકાસ ને આ જ ખૂબી માં તેનું સુંદર ભવિષ્ય દેખાયું હશે.

પોતાના થી મોટા ને માન આપવું, નાના સાથે વળી નાની બાળક થઇ જતી, ક્યારે શુ બોલવું શુ ના બોલવું તે બધું કાજલ ઘણી સારી રીતે સમજતી હતી. 

તે આ વાત થી સાવ અંજાન હતી કે તેની શાલીનતા ને કમજોરી ની જેમ જોવા માં આવી રહ્યું છે.

લગ્ન ની હજી તો મહેંદી પણ લાલ રંગ ની હતી અને કાજલ પોતાને પરિવાર થી સાવ અલગ હોય તેમ અનુભવતી હતી. સપના અને સાધનાબેન કલાકો સુધી તેમના રૂમ માં વાતો અને હસીમજાક કરતા પણ કાજલ ને ત્યાં આવકાર પણ નહિ. તેને રસોડા માં પણ આવવા નહોતા દેતા કે ના તો કોઈ કામ ને લગતી વાત થતી. કાજલ તો જાણે શોભા નું પૂતળું જ હતું તેમના મન.

નવદંપતી ને મળવા અને આશીર્વાદ આપવા ઘર માં મેહમાનો નો જમાવડો લગભગ મહિના સુધી ચાલ્યો. 

સાધનાબેન અને સપના તો જાણે તક ની રાહ જ જોતા હોય કે ક્યારે કોઈ આવે અને ક્યારે બધા ને કાજલ ની વાતો કરે. 

કાજલ ની સામે તો હમેશા સારું જ બોલતા અને તેને લાગવા પણ ના દેતા કે પાછળ શુ વાતો કરી રહ્યા હોય છે. કાજલ સમજતી, જાણતી, પણ તે જાણે કઈ જાણતી જ ના હોય તેમ તેની ફરજ બજાવતી.  

સમય વીતતો જાય છે અને ઘડીક માં જ તો જાણે વર્ષ પૂરું થાય છે. 

એક રાત્રે મનીષાબેન અને સાધનાબેન તેમના રોજ ના routine મુજબ વાતો નો પટારો ખોલી ને બેઠા હોય છે. 

વિકાસ ના કાને વાત પડે છે જેમાં સાધનાબેન કાજલ વિશે ઘણું બધું મનીષાબેન ને કહેતા હોય છે કે કાજલ ને કઈ આવડતું નથી, આજકાલ ની છોકરીયો કઈ કરે નહિ, અને કઈ કેટલુંય. સામે મનીષાબેન પણ તેમની વાતો ને વીરામ આપવા ના બદલે વધુ વેગ આપતા હોય છે. 

વિકાસ ને આ બધું સાંભળી ને ઘણું દુઃખ થાય છે અને તેને થાય છે કે બંને સ્ત્રીઓ – મારા મમી અને મારી પત્ની, ને હું ખુબ જ પ્રેમ કરું છુ અને આદર કરું છુ. જો આમ જ ચાલશે તો આ સબંધો વણસવા લાગશે. એના કરતા એ જ સારું છે કે હું અને કાજલ પાછા Banglore શિફ્ટ થઇ જઇયે. આમ જ બન્ને નું સન્માન પણ રહેશે અને કદાચ પરસ્પર પ્રેમ પણ વધશે.

વિકાસ જાણતો હતો કે વાંક કોઈનો જ નથી, બસ સમય નો છે. સારા સમયે બધું સારું થઇ જ જશે. ત્યાં સુધી ચૂપ રહેવામાં જ બધા નું હિત છે. તે ના તો તેના મમી ને કે ના તો કાજલ ને કોઈ ને કોઈ વાત વિશે કહ્યા કે પૂછ્યા વગર Banglore જોબ નું ફાઇનલ કરી દે છે. 

કાજલ અને વિકાસ તેમના માં-બાપ ના અને ભગવાન ના આશિર્વદ લઇ અને પોતાની ગ્રહસ્થિ શરુ કરે છે.

સમય વીતતો જાય છે, દિવસો વીતે છે, વારસો વીતે છે, કઈ કેટલાય પ્રસંગો વીતે છે, આમ કરતા ને કરતા ૫ વર્ષ જેવું વીતી જાય છે. 

આર્વી – વિકાસ અને કાજલ ની ફૂલ સમાન દીકરી ની કિલકારીઓ જાણે Banglore અને Baroda વચ્ચે અદભુત જોડાણ કરાવે છે. દાદા-દાદી તો આર્વી ની આતુરતા થી રાહ જોતા હોય છે કે ક્યારે ઘરે આવે અને ઘણું બધું રમાડીયે.

તે તો નક્કી કરે છે કે પહેલી વર્ષગાંઠ તો અહીં જ ઉજવવાની. વિકાસ અને કાજલ પણ એમની વાત થી સંમત થઇ અને પહેલી વર્ષગાંઠ ઉજવવા બરોડા આવે છે આર્વી ને લઈને. 

કેક કપાઈ જાય છે અને અત્યંત ખુશનુમા પ્રસંગ માં કોણ જાણે કેમ પણ સાધનાબેન અત્યંત ગુસ્સા માં કાજલ ને બોલાવે છે. 

“કાજલ, કાજલ, આ બધું શુ છે અહીંયા? રસોડા ની આટલી ખરાબ હાલત રાખી ને તું ત્યાં શુ નાના છોકરાઓ સાથે હસીમજાક કરે છે. એ બધું પછી કર અને પેહલા આ બધા કામ પતાવ.”

વિકાસ પણ એના મમી ના આવા વર્તન થી થોડો સ્તબ્ધ હોય છે. તે કઈ પણ બોલે તે પેહલા જ કાજલ પોતાનો પક્ષ રાખે છે, તે પણ કદાચ પહેલી જ વાર… – 

“મમી, આ રીતે ઘર માં બધા મેહમાનો ની વચ્ચે તમે મારી સાથે આ રીતે વાત ના કરો. તમે જ તમારા ઘર ની વહુ નું માન નહિ જાળવો તો બીજા પાસે થી શું અપેક્ષા કરશુ આપડે. હું આ ઘર ની વહુ છુ, મારુ માન આ ઘર નું માન અને મારુ અપમાન એ આ ઘર નું અપમાન. કામ ની ચિંતા ના કરો, એ થઇ જશે. આ બધા જશે એટલે હું બધું કરી દઇશ, તમે નિરાંતે બેસો.”

સાધનાબેન તો જાણે સાવ સુન્ન થઇ ગયા.પહેલી વાર પોતાના દીકરાની વહુ એ પડતો જવાબ આપ્યો હતો. આજ સુધી જે માત્ર સાંભળતી અને આદેશ ને માન્ય રાખતી આજે કઈ રીતે બોલી હશે, જરૂર થી કોઈ એ કાન ભર્યા હશે કે તો તેના પિયર થી શીખી આઈ હશે, કઈ કેટલુંય સાધનાબેન ના મગજ માં ચાલતું. જાણે તેમનો તો અહં ઘવાયો હોય તેટલી પીડા તેમને થવા લાગી.  

સાધનાબેન પોતે તો ભૂલી જ ગયા કે તે પણ એક સ્ત્રી, કોઈક ની પત્ની, કોઈક ના ઘર ની દીકરી, કોઈક ના ઘર ની વહુ, અને કોઈક ની માં તેમ ઘણા બધા સબંધો સાથે જોડાયેલા છે. તે પણ વહુ વાળા સમય માંથી પસાર થયા જ હતા. 

પણ અહમ ને તેમને પ્રાધાન્ય આપ્યું અને કાજલ સાથે ક્યારેય નહિ બોલવાના પ્રણ સાથે આ ઘટના ને હમેશા માટે મગજ માં કંડારી દીધી. 

ચેતનભાઈ પણ સમય સાથે તેમને છોડી ને દેવલોક પામ્યા, પણ આટલો વાસ્મો સમય પણ સાધનાબેન ના અડગ નિર્ણયો ને ના હલાવી શક્યો. 

વિકાસ ના ઘણા કેહવા છતાં પણ સાધનાબેન તેમની સાથે રહેવા રાજી ના થયા. તે પોતાની રીતે એકલા રહેવા મક્કમ હતા. 

હવે આર્વી પણ સ્કૂલ માં હતી એટલે વિકાસ અને કાજલ પણ વારેઘડીયે બરોડા નહોતા આવી શકતા પણ તે તેમના મમી ની દેખરેખ કોઈક ને કોઈક રીતે રાખી લેતા.

મનીષાબેન, જેમની સાથે બેસી ને સાધનાબેન કલાકો સુધી પોતાની છોકરા વહુ ની વાતો કાર્ય કરતા તે પણ તેમના દીકરા વહુ સાથે વ્યસ્ત રહેવા લાગ્યા.

 

સાધનાબેન તો જોતા જ રહી ગયા કે મારી સાથે બેસી અને મારી વહુ ની વાતો સાંભળી, મને ઉશ્કેરી અને હવે પોતાના છોકરા વહુ સાથે કેવી હળીમળી ગઈ છે. 

તે દિવસે ને દિવસે એકલતા અનુભવવા લાગ્યા પણ કોને કેહવું તે મોટો પ્રશ્ન હતો. સગાવ્હાલા બધા નામ ના જ હતા, ક્યારેક આવતા અને ૨-૪ વાતો કરી અને નીકળી જતા.

સાધનાબેન છેલ્લા ૩-૪ દિવસ થી તાવ અને શરદી ઉધરસ ના કારણે અત્યંત કમજોર થઇ ગયા હતા, ના તો બેડ પર થી સરળતા થી ઉભા થઇ શકતા કે ના તો પોતાના માટે કઈ બનાવી શકતા. 

આવા માં તેમને એક જ સથવારો લાગ્યો કે મનીષાબેન ને phone કરી અને થોડી મદદ માંગી લઉ. તે ફોને કરે છે પણ મનીષાબેન તો પોતે કોઈક પાર્ટી માં જવાનું છે તેમ કહી અને phone મૂકી દે છે.

શુ કરવું અને શુ ના કરવું એવા વિચારો સાધનાબેન ને ઘેરી વડે છે, ત્યાં તો ડોરબેલ વાગે છે.

 

ધીરે ધીરે, સહારે સહારે, સાધનાબેન દરવાજો તો ખોલે છે અને જોઈને આભા બની જાય છે. આ શું? 

.

.

.

તે જોવે છે કે કાજલ સામાન લઇ ને સામે ઉભી છે અને તેમને પગે લાગે છે. 

સાધનાબેન ના આંખ માંથી આંસુઓ ની ધારા વહેવા લાગે છે તે કાજલ ને ભેટી ને ખુબ રડે છે અને તેની માફી પણ માંગે છે. 

કાજલ કહે છે કે – “મમી તમે અમને પારકા ગણી લીધા. વિકાસ ને સવારે જ મેડિકલ store વાળા તેમના મિત્ર નો phone આવ્યો હતો કે તમારા મમી ની તબિયત ઠીક નથી લગતી. વિકાસ અને મેં તરત અહીં આવવા નક્કી કર્યું પણ આર્વી ની સ્કૂલ ના કારણે અને ઓફિસ ના વર્ક ના કારણે વિકાસ અને આર્વી રવિવારે આવી જશે, પણ હું અત્યારે આવી ગઈ. હવે આરામ કરો કઈ જ ચિંતા કાર્ય વગર, તમને જે કઈ પણ જોઈએ મને કહેજો હું લાવી દઇશ.”

સાધનાબેન ને તો પોતાની ભૂલો નો પેટ ભરીને પસ્તાવો થયો કે આટલા વર્ષો જો મેં સારી રીતે મારા દીકરા વહુ સાથે વિતાવ્યા હોત તો મારે બીજા કોઈના ભરોસે ના રેહવું પડતું. 

 

બોધપાઠ 

૧) પરિવાર માં દરેક નું અનોખું પાત્ર હોય છે જે પરસ્પર જોડાયેલું હોય છે, દરેકે એકબીજા ના પાત્ર ની ગરિમા ને સમજવું અને માન આપવું જોઈએ 

૨) નાના-મોટા, વયસ્ક-બાળક, બધા ને પોતાની વાત કહેવાનો પુરેપુરો અધિકાર છે, જરૂરી નથી કે મોટા ભૂલ ના કરે. ભૂલ જેની પણ હોય સબંધ ને સાચવવો એ જ મહત્વ નું છે. 

૩) પરિવાર નામ ની ગાડી ના દરેક વ્હીલ સરખા નથી હોતા. કોઈક ઓછું ક્રિયાશીલ તો કોઈક વધુ, કોઈક ઝડપી તો કોઈક ધીમું, આ બધા ને બેલેન્સ કરી અને એક લય માં ચલાવવાનું કામ આગળ ના વ્હીલ એટલે કે ઘર ના અગ્રણી એ કરવાનું હોય છે. 

૪) એક પરિવાર સાથે હોય ત્યારે જ એ બળવાન હોય છે. કોઈ ત્રીજી વ્યક્તિ ને કે બહાર ની કોઈ પણ વ્યક્તિ ને ઘર ની વાતો માં આવકારવી એ પતન તરફ લઇ જવા જેવું છે. 

૫) અને અંતે, બીજા ની શાલીનતા કે સરળતા ને કમજોરી ક્યારેય ના સમજવી જોઈએ. 

 

Like
15
0 Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like
Gujarati Poem - I Write - Mindshelves
Read More

I Write

હું લખું છું, મનના તરંગો ને સમજવા, વિચારો ને વાચા આપવા, હું લખું છું  વ્યસ્તતા માં પોતાને ક્યાંક…