Loading

તું કરી શકીશ,…

શંકા કરવા વાળાઓ થી તું ના ડરીશ,
હું તને કહું છુ કે તું કરી શકીશ,…

ચડવું પડવું તો નિયતિનો ખેલ છે,
મન માં દૃઢતા કામ માં સુદૃઢતા રાખજે,
હું તને કહું છુ કે તું કરી શકીશ,…

ડરાવવા વાળા ઘણા મળશે,
પણ તું ડરતી ના ક્યારેય,
કેમ કે, તું કરી શકીશ,…

રસ્તો ભટકાવવા વાળા ઘણા મળશે,
પરંતુ, તું તારા ધ્યેય ઉપર અટલ રહેજે,
તું કરી જ શકીશ,…

ડગલે અને પગલે અલગ અનુભવો થશે,
એ અનુભવો ને તું સીડી (stair) બનાવજે,
તું કરી શકીશ,…

હંમેશા સમજદારી થી કામ લેજે,
કેમ કે સમજણ જ સફળતા નો આધાર છે,
તું કરી શકીશ,…

હોશિયારી ની ટોપી પહેરતા બધા ને આવડે,
પરંતુ, તું નિષ્પક્ષ રહી અને પ્રયત્નો કરજે,
તું કરી શકીશ,…

અંતે, કામ કર અને ફળ ની ચિંતા ત્યાગી દે,
કેમ કે, દરેક સાંજ પછી એક સવાર હોય છે,
તું, અવશ્ય, કરી શકીશ,…

– બીજલ (Blinking Cursor)

0 Shares:
4 comments
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Gujarati Poem - I Write - Mindshelves
Read More

I Write

હું લખું છું, મનના તરંગો ને સમજવા, વિચારો ને વાચા આપવા, હું લખું છું  વ્યસ્તતા માં પોતાને ક્યાંક…
socha nahi_hindi poem_mindshelves
Read More

Socha Nahi

Ha hota h sabko pyar Socha nahi tha mujhe bhi hoga Ha shayd pasand ho tum Par mene…
Mother’s Day Special | Mindshelves
Read More

Mother’s Day Special Poem

મારા હસવા પાછળ નું દુઃખ ઓળખી જાય છે, સમયે સમયે મને પ્રેમ અને સંસ્કાર નું સિંચન કરી જાય…
જીવન - Life-Mindshelves-guest-post
Read More

જીવન – Life

જીવન નામે ગાડીને સવાર લાખ માણસો ઘણાં જીવે ઘણાં મરે, બાકી નાખે નિસાસો   કોઈ પૂછે કેમ છે…