સમસ્યા સાથે જ સમાધાન જન્મે છે,
અંધકાર અજવાળા ની શક્યતા દર્શાવે છે,
નફરત પ્રેમ નું મૂલ્ય સમજાવે છે,
અસફળતા સફળતા માટે પ્રેરિત કરે છે,
સબંધો માં ખટાશ, મીઠાશ ની ઉણપ બતાવે છે,
દરિદ્રતા સબંધો ની સાચી ઓળખ કરાવે છે,
ગુસ્સો દુઃખી અંતરમન ને પ્રકટ કરે છે,
રાત્રી દિવસ ની કલ્પના માં નીકળે છે,
શૂન્યતા કોઈ સાંભળનાર અને સમજનાર ને શોધે છે,
એકાંત તમને તમારો ભેટો કરાવી આપે છે,
મિત્રવર્તુળ તમને નિખાલશ બનાવે છે,
પરિવાર એકતા નું બળ પૂરું પડે છે,
ઈચ્છા કંઈક હજી ખૂટે છે તે યાદ અપાવે છે,
સારા વિચારો મન ને દ્રડ અને શુદ્ધ બનાવે છે,
કુવિચાર સંગતિ અને ભવિષ્ય નો સંકેત આપે છે,
નિષ્ફળતા દિશા નો દશા પાર પ્રભાવ બતાવે છે,
વિચલિત મન નિરાકાર ભ્રમ ને પોષિત કરે છે,
જીવન નિરંતર ચકડોળ નો ફેરો ફેરવે છે,
સમય અવનવા અનુભવો થી માર્ગદર્શિત કરે છે,
ટૂંક માં, દરેક ક્ષણ અને પરિસ્થિતિઓ કંઈક ને કંઈક શીખવાડે જ છે.
– બીજલ (Blinking Cursor)
2 comments
ખુબજ સરસ. આવું દરેક અઠવાડિયે કાંઈક પોસ્ટ કરતા રહેજો ને.
sURE. tHANKS FOR YOUR COMMENT.