Loading

મારા હસવા પાછળ નું દુઃખ ઓળખી જાય છે,

સમયે સમયે મને પ્રેમ અને સંસ્કાર નું સિંચન કરી જાય છે, 

વગર કહ્યે તું કઈ રીતે બધું સમજી જાય છે?!

મારા અંધકાર માં દીવો પ્રજ્વલ્લીત તું કરી જાય છે, 

સ્નેહ થી મારી અંતરાત્મા ને ભીંજી જાય છે, 

વગર કહ્યે તું કઈ રીતે બધું સમજી જાય છે?!

મારા ગુસ્સા માં તું શીતળતા ભરી દે છે, 

સત્ય થી મને અવગત કરાવતી રહે છે, 

વગર કહ્યે તું કરી રીતે બધું સમજી જાય છે?!

મારા અજ્ઞાન માં તું જ્ઞાન નો પ્રકાશ લાવે છે, 

ભૂલો સુધારવા નું માર્ગદર્શન આપે છે, 

વગર કહ્યે તું કઈ રીતે બધું સમજી જાય છે?!

મારા ખુશી ના સમય માં તું સૌથી વધુ ખુશ હોય છે, 

ઉદાસીનતા માં ભગવાન ને પાર્થના કર્યા કરે છે, 

વગર કહ્યે તું કઈ રીતે બધું સમજી જાય છે?!

મારા વ્યક્તિત્વ ને તું નીખારતી જાયે છે, 

સત્ય અસત્ય, ધર્મ અને અધર્મ ના પાઠ સમજાવતી રહે છે, 

વગર કહ્યે તું કઈ રીતે બધું સમજી જાય છે?!

મારા પોતાના ઉપર ના વિશ્વાસ ને ડગમગવા નથી દેતી, 

તૂટુ ક્યારેક હું તો મને તું તૂટવા નથી દેતી, 

વગર કહ્યે તું કઈ રીતે બધું સમજી જાય છે?!

અંતે, તું માં છે ને એની સાબિતી પળેપળે આપ્યા કરે છે, 

અશક્ય લાગતા કામો ને પણ તું સરળતા થી કરી લે છે, 

આ બધું વગર કહ્યે કઈ રીતે સમજી જાય છે, મમ્મી?!!!

English Version

You recognize the pain behind my smile,

Time after time you showered me with love and grace,

How do you understand everything without saying it?!

You light the lamp in my darkness,

You drench my conscience with affection,

How do you understand everything without saying it?!

You cool my anger,

Keeps reminding me of the truth,

How do you understand everything without being told?!

In my ignorance you bring the light of knowledge,

Provides guidance on correcting errors,

How do you understand everything without saying it?!

You are happiest in my happy times,

Praises God in depression,

How do you understand everything without saying it?!

You improve my personality,

Teaches me the lessons of truth, falsehood, religion and unrighteousness,

How do you understand everything without saying it?!

Not letting my faith in myself waver,

Sometimes you save me from breaking down,

How do you understand everything without saying it?!

In the end, you are a MOTHER and gives the proof in a flash,

You do even the seemingly impossible tasks with ease.

How do you understand all this without saying it, Mom?!!!

Happy Mother’s Day to all beautiful, caring, and supremely talented mothers. 

Like
11
0 Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like
Maa_Reva_Poem
Read More

મા રેવા

મા નર્મદાને કિનારે કિનારે ચાલ્યાં જાવું છે અમરકંટક થઈ વળી પાછું આવું છે   પથમાં જંગલ, પર્વત, ઝૂંપડા…