સ્ત્રી – ગુજરાતી અનુવાદ
ક્યારેક તે કઈ નથી કહેતી,
ત્યારે તે જોવે છે કે કોણ બોલવાની પહેલ કરે છે
ક્યારેક તે ચૂપ નથી રહેતી
ત્યારે તે જોવે છે કે કોણ તેને સાંભળી રહે છે
ક્યારેક તે ખુબ હસે છે
અને જોવે છે કે કોણ તેની ખુશી માં ખુશ છે
ક્યારેક અમસ્તા જ દુઃખી થઇ જાય છે
અને જોવે છે કે કોણ તેના દુઃખ માં દુઃખી થાય છે
ક્યારેક અઢળક વાતો કરતી રહે છે
તો ક્યારેક સાવ એકલતા માં પોતાનો સંગાથ માનતી રહે છે
ક્યારેક મન ની બધી વાતો ખાલી કરી દે છે
તો ક્યારેક મૌન માં સરકતી જાય છે
ક્યારેક ફકરાઓ જેટલું લખાણ અધૂરું લાગે છે
તો ક્યારેક એક જ શબ્દ માં ઘણું બધું કહી દેવાય છે
ક્યારેક નારાજ થઇ જાય છે
અને જોવે છે કે કોણ તેને મનાવે છે
ક્યારેક હસી માં નારાજગી દેખાડી જાય છે
તો ક્યારેક ગુસ્સા માં પ્રેમ દેખાડતી જાય છે
સમજતી જાય છે, બદલાતા રંગો ને માનતી જાય છે
અને એ જ નિતનવા રંગો થી ભાત પુરી કરતી જાય છે
એ જ જે પોતાને સમજ્યા જ કરતી રહે છે,
સ્ત્રી ની સરળતા પારખવા માપક ની ક્યાં જરૂર પડે જ છે
એ તો સન્માન મળતા જ નીખરતી જાય છે
કોઈ ના સમજાવ્યા વગર પણ સમજતી જાય છે
પોતે શૂન્ય હોય તો પણ મનોબળ પૂરું પાડતી જાય છે
એટલી શક્તિવાન છે કે જરૂર પડ્યે દેવી અને દુર્ગા બંને રૂપ બતાવી જાય છે.
હવે કહેશો કે સ્ત્રી ને સમજાવી અઘરી છે એવું?!!!
Bijal ❤️
2 comments
Hey are using WordPress for your blog platform? I’m new to the blog
world but I’m trying to get started and create my own. Do you
require any coding expertise to make your own blog? Any help would
be greatly appreciated!
Hi Twicsy,
Yes, we use WordPress but require a little coding to customise a few features. There are ready-made themes to simply activate and get started, Thanks.