“પાપા, હવે આપડે સ્વાતિ ને કોઈ માનસિક રોગ ના ડૉક્ટર ને બતાવવું જોઈએ” – લાગણી થી ભરપૂર, ચિંતા થી વ્યથિત, બહેન ના પ્રેમ ને ઝંખતો, અને અસહાય આંખો થી જોઈ રહેલો સ્વાતિ નો એક માત્ર ભાઈ એવો લક્ષ એના મમ્મી અને પાપા ને સમજાવે છે.
“ચૂપ રે લક્ષ, આપડી સ્વાતિ કઈ પાગલ નથી થઇ ગઈ તો તારે એને ત્યાં લઇ જવી છે. જોતો નથી કે લોકો કેવી કેવી વાતો કરે છે.” – નિલેશભાઈ અને વિણાબેન એ સ્વાતિ ની કેળવણી માં કઈ જ બાકી નથી રાખ્યું પણ પોતાની વ્હાલસોયી દીકરી ને આ રીતે મૂક થયેલી જોઈને તે પણ ખુબ ચિંતા માં છે. અને ઉપર થી સ્વજનો અને પડોસીઓ ના પ્રશ્નાવલી ના જવાબો કઈ રીતે આપવા તે પણ તેમના મન માં નિરંતર ચાલ્યા કરતુ રહે છે.
કોઈ કહે છે, “નિલેશભાઈ, કોઈ છોકરા નું લફડું તો નહોતું ને?”, “વિણાબેન, અત્યારે તો છોકરીઓ ને બૌ સાચવવી પડે, પણ તમે તો સ્વાતિ ને કેટલી છૂટ આપેલી હતી…”, “લક્ષ, તારી બેન તો હમેશા હસ્તી રહેતી હતી, હવે અચાનક એમને શું થયું છે?”
કઈ કેટલાય ના કઈ કેટલાય પ્રશ્નો અને જવાબ માં જાણે કઈ મળે જ નહિ, કે ના તો સ્વાતિ કઈ જ કહે. છેલ્લા ૨ મહિના થી સ્વાતિ ખોવાયેલી ખોવાયેલી રહે. એ જ સ્વાતિ જેના આવવાથી ઘર આખું જીવંત લાગતું. ભાઈ સાથે નાની નાની વાતે ઝગડવાનું, મમ્મી જોડે વાતો નો ભંડાર ખોલી ને બેસવાનું, અને પાપા ની તો લાડકી. હવે તે જાણે જીવવાનું જ ભૂલી ગઈ હતી, ક્યાંય બહાર ના જતી, કોઈ જોડે વાત ના કરતી, બસ તેના રૂમ માં એકલી બેસી રહેતી.
આવું કેમ?
શું બન્યું હશે એવું?
શું મનોચિકિત્સક ને મળવું એ જ એક રસ્તો રહી ગયો છે?
હા,…કદાચ એ જ રસ્તો રહ્યો છે….- નિલેશભાઈ અને વિણાબેન હવે લક્ષ ની વાત થી સહમત થાય છે. કે ના તો દવા કામ કરે છે કે ના તો આપડી વાતો, હવે આ જ એક રસ્તો લાગે છે.
“લક્ષ,…આપડે કાલે જ સ્વાતિ ને કોઈ મનોચિકિત્સક ને બતાવવા લઇ જઇયે.”
સવાર થાય છે અને રોજ ની જેમ જ સ્વાતિ નાસ્તો કરી ને તેના રૂમ માં જતી હોય છે, ત્યાં જ લક્ષ તેને રોકે છે. “સ્વાતિ, ચાલ આજે ક્યાંક બહાર પાણીપુરી ખાવા જઇયે”
સ્વાતિ એક હળવી મુસ્કાન સાથે નાના ભાઈ ની વાત નથી ટાળી શકતી. અને તેમ તેને કાઉન્સેલર ને બતાવવા લઇ જાય છે.
સ્વાતિ શરૂવાત માં થોડું ડરી જાય છે, સેહમી જાય છે, અને પછી તો ખુબ રડી પણ પડે છે.
લક્ષ જોઈ ને ગભરાઈ જાય છે, ત્યાં કાઉન્સેલર તેમને બહાર બેસવા કહે છે.
સ્વાતિ હવે પોતાની વાત મન ખોલી ને કરે છે. દરેક પ્રશ્ન ના જવાબ દિલ ખોલી ને આપે છે.
એક પછી એક કાઉન્સેલર પ્રશ્ન પૂછે છે અને ધીરે ધીરે એ કારણ ને શોધવાનો પ્રયત્ન કરે છે. લગભગ એક અઠવાડિયા જેવો સમય લાગે છે એ જાણવા કે સ્વાતિ શા કારણ થી દુનિયા થી વિલુપ્ત થઇ ગઈ હતી.
કાઉન્સેલર સ્વાતિ ના મિત્રો, પરિવારજનો, અને સહાધ્યાયીઓ ને મળે છે. અંતે, તેમને કારણ સમજાય છે.
સ્વાતિ એક નિખાલસ છોકરી રહી હતી બાળપણ થી જ. તે અને મેઘા એકબીજા નેઅ બાળપણ થી મિત્રો. બન્ને એક જ સ્કૂલ માં, એક જ કોલેજ માં અને ક્યાંય પણ જવાનું હોય બન્ને સાથે જ જતા.
મેઘા જયારે USA ગઈ ત્યારે પણ બન્ને એકબીજા ને ભેટી ને ખુબ રડ્યા હતા. મેઘા ને USA ગયે માંડ ૬ મહિના વીત્યા હશે, પણ મેઘા નો વર્તાવ સ્વાતિ માટે બદલાઈ ગયો હતો તે જોઈને સ્વાતિ દુઃખ ના ઊંડાણ માં સરી પડી હતી.
મેઘા આગળ ભણવા માટે વિદેશ ગઈ હતી અને થોડા જ સમય માં એના મનમોજી સ્વભાવ ના કારણે તેના ઘણા મિત્રો બની ગયા. તેમાં ને તેમાં તે સ્વાતિ ને ફોન કરવાનું, મેસેજ ના જવાબ આપવાનું, કે વિડિઓ પર વાત કરવાનું પણ ભૂલી જતી.
આની સ્વાતિ ઉપર ઊંડી અસર થઇ હતી.
જયારે આ વાત નિલેશભાઈ, વિણાબેન, અને લક્ષ ને ખબર પડી તો તે લોકો તો વિચાર માં પડી ગયા કે આટલો બધો લગાવ કોઈ ના પણ માટે માણસ ને કઈ હદ સુધી બદલી શકે છે.
તેમને મેઘા સાથે વાત કરી કે તું એક વાર સ્વાતિ સાથે વાત કર.
સ્વાતિ તો મેઘા સાથે વાત કરી ને બધા દુઃખ દર્દ ભૂલી ગઈ અને ઘણી બધી વાતો કહેવામાં ખોવાઈ ગઈ. પણ પોતાની દીકરી ને ખુશ રહેવા બીજા કોઈ ની જરૂર પડે છે એ જોઈને બધા ખુબ ચિંતિત હતા.
તેમને તેમની દીકરી તો પછી મળી ગઈ પણ,…ફરી એ બીજા સાથે આટલી કન્નેક્ટ થઇ અને પોતાને ના ભૂલી જાય તે પણ સમજાવવું જરૂરી હતું.
તમને શું લાગે છે શું કરવું જોઈએ? સ્વાતિ એ જિંદગી માં આગળ વધવા હમેશા મેઘા નો સાથ જોઈશે જ? શું ફરી થી મેઘા સ્વાતિ ને એકલી મૂકી દેશે? સ્વાતિ એ કઈ રીતે આમાં થી બહાર નીકળવું જોઈએ?
તમારો મંતવ્ય નીચે કમેન્ટ બોક્સ માં આપશો અને આના પછી શુ થાય છે તે જરૂર થી વાંચજો.
લાગણી ભાગ ૨ વાંચો અને તમારો અભિપ્રાય અચૂક આપજો.
10 comments
ખુબ જ સરસ દીદી 🙌🙌
આભાર દેવાંશ 🙏
મિત્રો જરૂરી છે અને હોવા જોઈએ પણ પોતે પોતાનો સાથ હંમેશા સારો લાગવો જોઈએ કે બીજા કોઈ શું દુઃખી કરી જાય આ હકીકત સ્વાતિ એ સમજી અને આગળ વધવું જોઈએ.. 😊
આભાર કિંજલ 🙏
😃👌👍👍👍👍
Thanks!
Nice story
આભાર અમી 🙏
When will you publish the next part?
Very soon! Glad to see someone is waiting for next part 🙂
Keep on reading!