Loading

લાગણી ભાગ ૧ થી ક્રમશઃ

સ્વાતિ ને આ રીતે ફરી થી હસ્તી અને મજાક મસ્તી કરતી જોઈ ને બધા ખુબ ખુશ હતા. પણ, એક ચિંતા હજી બધા ને સતાવી રહી હતી. ક્યાંક ફરી થી મેઘા એના જીવન માં વ્યસ્ત થઇ અને સ્વાતિ સાથે વાત ના કરી શકી તો સ્વાતિ ફરી થી ઉદાસ ના થઇ જાય. વિણાબેન અને નિલેશભાઈ ડૉક્ટર નો સંપર્ક કરવા ઈચ્છે છે જેથી સ્વાતિ ફરી આ રીતે એકલતા માં ના સારી પડે.  

“બોલો, શુ મૂંઝવણ છે તમારી?” – માનસિક રોગ ના ડૉક્ટર નિલેશભાઈ અને વિણાબેન ને પૂછે છે. નિલેશભાઈ ઈચ્છે છે કે તેમની સ્વાતિ પોતાની ખુશી પોતાના માં જોતી થઇ જાય અને જીવન માં ક્યારેય કોઈ પણ બાહ્ય પરિબળો થી એનું મન વિચલિત ના થાય. 

“ડૉક્ટર, સ્વાતિ હવે પેહલા ની જેમ જ હસી-બોલી રહી છે પણ અમને ડર છે કે ક્યાંક એ પછી અંધકાર ના વમળો માં ના જતી રહે. અમે એને એમ સુનમુન નથી જોવા ઇચ્છતા ક્યારેય. અમે ઈચ્છએ છે કે તે પોતાની ખુશી બીજા માં ના શોધી અને પોતાની રીતે ખુશ રહે. શું આવું શક્ય છે?”

….ડૉક્ટર બધી વાત ધ્યાન થી સાંભળી અને ઊંડો શ્વાશ નાખી અને સ્વાતિ સાથે consultation  ની સલાહ આપે છે. 

“મમ્મી, શુ કામ હું ત્યાં જાઉં હવે? હું તો ઠીક થઇ ગઈ છું ને!” – સ્વાતિ સવાર થી બસ એક જ રટ લગાવી રાખે છે. 

“બેટા, તું સારી તો થઇ ગઈ છે પણ તું ઈચ્છે છે ને કે તું જીવન માં સ્ટ્રોંગ બને? કોઈ પણ ના લીધે પોતાને નુકસાન ના પહોંચાડે? પોતાનું ભણતર અને અમૂલ્ય સમય ના વેડફે? અને સૌથી વધુ જરૂરી કે તું પોતાને એટલી હદે ઓળખી લે કે તારે બીજા ના તારા માટે ના વ્યવહાર થી કઈ નિસ્બત જ ના રહે!” – નિલેશભાઈ સમજાવે છે અને સ્વાતિ શાંતિ થી તેમની વાત સાંભળી અને હંકારો કરે છે. 

….ડૉક્ટર પાસે જઈ અને સ્વાતિ એના પાપા એ કહેલી બધી વાતો નું પુનરાવર્તન કરે છે….

“ડૉક્ટર, તમે મને ભાવનાત્મક મક્કમ અને માનસિક રીતે અચળ બનાવવા મદદ કરો ને!”

“જરૂર થી સ્વાતિ, એના માટે તો અહીંયા હું છું. હું ચોક્કસ તને મદદ કરીશ પણ તારે પણ બધા જ ટાસ્ક મન લગાવી ને કરવાના છે.”

“પાક્કું” – સ્વાતિ ઘણી સકારાત્મક અને લગન થી ભરપૂર દેખાઈ રહી હતી જાણે કોઈ નવી ઉર્જા નો સંચાર થતો હોય અને તે એક દિશાવિહોણી માંથી દિશા તરફ વધી રહી હોય. 

“હું તને ૩ કાર્યો આપીશ, એક પછી એક. અને તારે એ કરી અને મને તું શુ અનુભવે છે તે કહેવાનું છે. બરાબર?”

“હા”

પહેલું કાર્ય 

તારે પોતાના સાથે ખાસ મિત્રતા કરવાની છે. પોતાને પૂછવાનું છે કે શુ ગમે છે, શુ કરવું છે, ક્યાં જવું છે, શુ જમવું છે, અને કોને મળવું છે? 

આ ૧ અઠવાડિયા ના સમય માં તારે પોતાને ગમતી દરેક એકટીવિટી કરવાની છે એટલે કે સ્વઅવલોકન કરવાનું છે, બસ શરત એટલી જ કે તારે બીજા કોઈ જ ના માટે પોતાની સાથે ની મિત્રતા નથી તોડવાની. સમજી? 

સ્વાતિ – “પણ, હું તો પોતાની મિત્ર છું જ ને. મને મન ફાવે તેમ જ રહુ છું અને તેમ જ વર્તન કરું છું. મને મમ્મી, પાપા, કે ભાઈ કોઈ તરફ થી ક્યારેય રોકટોક જ નથી થઇ.”“એ જ મિત્ર બનવા કહું છું જેની તને હમેશા જરૂર પડે છે, બહાર જતા, વાતો કરવા, હસવા, રડવા, કે પછી એકલતા ને માણવા માટે”

“હું સમજી નહિ ડૉક્ટર, માફ કરશો”

“સરળ શબ્દો માં, તારું પહેલું કામ એ છે કે તું પોતાનો સાથ માણ. જે પણ તારા શોખ છે, ફરવું, ખરીદી કરવી, પાર્ક માં બેસવા જવું, icecream ખાવો, mall માં જવું, movie જોવા જવું, કે અમસ્તું જ ઠંડા પવન માં બેસી રહેવું, આ બધું તારે પોતાની સાથે જ કરવાનું જેમ તું મેઘા જોડે જતી તેમ તું પોતાના સાથે જજે….આ જ તારું પહેલું કાર્ય છે”

“સમજાયું હવે, હું આ એક અઠવાડિયા પછી તમને મારો અનુભવ આપીશ” – સ્વાતિ હર્ષભેર ત્યાંથી ઘર તરફ નીકળે છે. 

—-

એક અઠવાડિયા નો સમય તો જાણે પલકઝપક માં વીતી જાય છે. અને સ્વાતિ ફરી થી ડૉક્ટર ના કેબિન માં રાહ જોતી હોય છે કે ક્યારે ડૉક્ટર આવે અને હું વાત કરું. 

૨૦એક મિનિટે ડૉક્ટર આવે છે, 

“હેલો સ્વાતિ, કેમ છે?”

“હું ખુબ સરસ, ડૉક્ટર” – સ્વાતિ ઉત્સાહ થી જવાબ આપે છે. 

“તો બતાવ કે કેવો રહ્યો તારો પોતાના સાથે મિત્રતા નો અનુભવ?”

Read More

Like
14
0 Shares:
2 comments
  1. I read both parts together, I think this is a common problem in this era. Beautiful story and true as well. 👍👍👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like
Aatmagnan | Gujarati Varta | Mindshelves
Read More

Aatmagnan – આત્મજ્ઞાન

…ક્યારેક એવું થાય કે જયારે બોલવાની જરૂર હતી ત્યારે શુ કરવા હું અને જય બંને ચૂપ રહ્યા? જો…
Fiction story_family_mindshelves
Read More

Family – Fiction Story | Mindshelves

અસંખ્ય કામ નું લિસ્ટ અને જીવ ને અઢળક આનંદ આપે એવો સમય આવી રહ્યો હતો. સાધનાબેન તો જાણે…
Gujarati Varta - Pita - Mindshelves
Read More

પિતા

“સાંભળીને બેસ”, “સાચવીને ચાલ”, “જોઈને ખાજે”, “પડી જઈશ”, “રસ્તો સાચવી ને ઓળંગજે” – આવા કઈ કેટલાય ઠપકાઓ જે…