Loading

તું કરી શકીશ,…

શંકા કરવા વાળાઓ થી તું ના ડરીશ,
હું તને કહું છુ કે તું કરી શકીશ,…

ચડવું પડવું તો નિયતિનો ખેલ છે,
મન માં દૃઢતા કામ માં સુદૃઢતા રાખજે,
હું તને કહું છુ કે તું કરી શકીશ,…

ડરાવવા વાળા ઘણા મળશે,
પણ તું ડરતી ના ક્યારેય,
કેમ કે, તું કરી શકીશ,…

રસ્તો ભટકાવવા વાળા ઘણા મળશે,
પરંતુ, તું તારા ધ્યેય ઉપર અટલ રહેજે,
તું કરી જ શકીશ,…

ડગલે અને પગલે અલગ અનુભવો થશે,
એ અનુભવો ને તું સીડી (stair) બનાવજે,
તું કરી શકીશ,…

હંમેશા સમજદારી થી કામ લેજે,
કેમ કે સમજણ જ સફળતા નો આધાર છે,
તું કરી શકીશ,…

હોશિયારી ની ટોપી પહેરતા બધા ને આવડે,
પરંતુ, તું નિષ્પક્ષ રહી અને પ્રયત્નો કરજે,
તું કરી શકીશ,…

અંતે, કામ કર અને ફળ ની ચિંતા ત્યાગી દે,
કેમ કે, દરેક સાંજ પછી એક સવાર હોય છે,
તું, અવશ્ય, કરી શકીશ,…

– બીજલ (Blinking Cursor)

Like
13
0 Shares:
4 comments
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
જીવન - Life-Mindshelves-guest-post
Read More

જીવન – Life

જીવન નામે ગાડીને સવાર લાખ માણસો ઘણાં જીવે ઘણાં મરે, બાકી નાખે નિસાસો   કોઈ પૂછે કેમ છે…
Bes ne thodi var- Gujarati poem
Read More

Bes ne thodi var,…

# બેસ ને થોડી વાર!!! આ સમય સમી ઝંઝાળ માં, માં-બાપ ની પાસે, બેસ ને થોડી વાર,…  …
Vichar - Gujarati poem
Read More

વિચાર

જીવું છું પણ જાણે લાગે એવું કે બીજા માટે પાણી ભરવાના વિચાર આવે ઘાટે ઘાટે   મનમાં વિચારોનું…
Yuhi_hindi romantic poem_mindshelves
Read More

Yuhi,…

Yuhi tuje dekh kar muskurata hu Tuje harpal dekhna chahta  hu Tu khushi hai meri  ye kahna chata…
Defeat_Poem
Read More

Me Haar Gaya…

Me haar gaya… Unginat baar ladne  ke baad bhi,  Anjan tha ki hongi aandhiya  raho me meri  koshish…