Loading

જીવું છું પણ જાણે લાગે એવું કે બીજા માટે

પાણી ભરવાના વિચાર આવે ઘાટે ઘાટે

 

મનમાં વિચારોનું વિલોપન થઈ રહ્યું છે

ને દરિયો કહે ત્રાટકવું છે તટે તટે

 

પેલો કહે બધાં ચાલો, પર્વતને લલકાર્યે

ને નીકળી પડે છે સાગમટે સાગમટે

 

કોઈ કોઈનું સાંભળી એવું કંઈ કોઈ કરે

ને પછી કહે બધું ખાલી તમારા માટે

 

નદીને પૂછ્યું પણ હતું કે તે કાંઈ સાંભળ્યું

કેમ કે, ઢંઢેરો કરતા હતા મોટે મોટે

 

અંદર થતાં વલોપાતને માણસ શું જાણે

તો કહું છું દેવ અંશને જણાવવા માટે

 

કવિતાનું વર્ણન:-

 

કવિતા ઘણાં સમય પછી મારા અંદર ચાલતા ઉત્પાત ઉપર લખી છે. જેમાં પરોક્ષ રીતે મારા મનમાં ચાલતા વિચારોનો ઉલ્લેખ કર્યો છે.

 

કવિતા રોજિંદા જીવનમાં થયેલા અનુભવો ઉપર લખી છે. જેમાં કંઇક નવું કરવાનો વિચાર અને મનમાં ચાલતા બીજા ઘણાં બધાં વિચારો વચ્ચેની છે.

 

જેમાંના ઘણાં અર્થ નીચે પ્રમાણે છે:-

 

. પાણી ભરવાના વિચાર: – કંઇક નવું કરવાનો વિચાર

. દરિયો કહે ત્રાટકવું છે: – અનેક વિચારો પછી કંઇક લખવા માટે પ્રેરતું મન

 

પ્રકૃતિનાં સંદર્ભે શરીર માટે લખાયેલ શબ્દો નીચે દર્શાવ્યા છે:-

 

. પાણી: – વિચાર

. દરિયો: – મન

. પર્વત: – હૃદય

. નદી: – લોહી

 

શબ્દોનાં અર્થ:-

 

. વિલોપન: – લુપ્ત થવું

. સાગમટે: – ઘણાં બધાં વ્યક્તિઓનો સમૂહ અથવા તો કુટુંબકબીલા સાથે

. ઢંઢેરો: – લોકોને વાદ્ય દ્વારા સભાન બનાવી કરવામાં આવતી જાહેરાત અથવા તો લોકોને સંભળાય તેવું જોરથી બોલવું

. વલોપાત:- આક્રંદ

Like
11
This is a guest post
Author: Dewansh Chauhan

Dewansh is the true spirit of the author. He has written many poems in Gujarati. He is an avid reader and has a keen interest in Gujarati novels and poems. He is a design consultant by profession but loves creating content and short stories that showcase his incredible love for the Gujarati language and India.

0 Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Ham_Mindshelves_Hindi romantic poem
Read More

Ham,…

Is sham ke rang me dhal kar Hatho me chai ki pyali pakad kar Ham hai sath baithe…
Bhulata nathi | Gujarati Poem | Mindshelves
Read More

ભૂલાતા નથી !

લાખ અજવાળા જિંદગીમાં, પણ અંધારા એ ભૂલાતા નથી, આમ તો ઘણીય ઓળખાણ મારે, પણ થયા વ્હાલા વેરી! દી…
Tu_Kari_Sakis_Gujarati_Poem
Read More

Tu Kari Sakis,…

તું કરી શકીશ,… શંકા કરવા વાળાઓ થી તું ના ડરીશ, હું તને કહું છુ કે તું કરી શકીશ,……
Positive energy_Gujarati poem
Read More

Positive Energy

સમસ્યા સાથે જ સમાધાન જન્મે છે, અંધકાર અજવાળા ની શક્યતા દર્શાવે છે, નફરત પ્રેમ નું મૂલ્ય સમજાવે છે,…