લાખ અજવાળા જિંદગીમાં,
પણ અંધારા એ ભૂલાતા નથી,
આમ તો ઘણીય ઓળખાણ મારે,
પણ થયા વ્હાલા વેરી! દી એ ભૂલાતા નથી,
અહીં વેરી થી ક્યાં કોઈ ઘાયલ થાય છે,
પણ વ્હાલા વેરી થયા ! દિવસ એ ભૂલાતા નથી,
સૌ ને મારા સમજી જીવતી હું,
પણ દોસ્તો એ મુક્યો સાથ! સફર એ ભૂલતો નથી,
ચોધાર આંસુ એ રડી છે મારી આંખો,
પણ વ્હાલા ને મન હું ઢોંગી ઠરી! ઠેસ એ ભૂલાતી નથી,
ઠોકરો કેમ જીરવાઈ એ તો મારું મન જાણે,
પણ મોઢું ફેરવી ને જે બેઠા! ચહેરા એ ભૂલાતા નથી,
હે! શ્રી કૃષ્ણ રથ નિધિ નો વ્હાલા તું જે હાંકરે છે,
પણ વ્હાલા એ આપેલ ઘા રૂજાતા નથી,
બસ એ વ્હાલા ના રૂપમાં વેરી ભૂલાતા નથી,
ભૂલાતા નથી!
@NIDHI SHAH(‘दास्तान…’)
Instagram:- poetry_book_1221
This is a guest post
Author: Nidhi Shah ('दास्तान...')
Nidhi has a superior grip on Gujarati poems, quotes, sayings, and segments. She has earned a good name as a Gujarati Poet. You can get more of her poetries through her Instagram ID – poetry_book_1221. Her more profound interest in writing brings her to the Mindshelves and we are honoured to have her on board with us in this fantabulous journey.
2 comments
સુંદર ☺️
Thank you, Dewansh Chauhan.