રાત્રી ભોજન સમયે બંને પરિવાર મળ્યા અને ભરોસાની કસોટીમાંથી પસાર થયા પછી, આરવ અને ઝારાના સંબંધની સત્યતાનો સ્વીકાર સહેલો નહોતો. બંને પરિવારોના માથામાં અનેક પ્રશ્નો હતા અને મનમાં શંકા ઉઠી હતી. આરવના પિતાએ ઝારાની સ્થિતિ અને જીવનશૈલી વિશે શંકા વ્યક્ત કરી, જ્યારે ઝારાના માતા-પિતા આરવના પરિવારના રૂઢીવાદી વિચારોથી ચિંતિત હતા.
એક દિવસ, આરવના પિતાએ ઘર ચર્ચા દરમિયાન કહ્યું કે, “આપણે આપણા પરિવારની પરંપરાઓને તોડીને આ સંબંધને કેવી રીતે માની શકીએ?” તે સાંભળીને આરવના દિલમાં ધકધકાટ થયો, પરંતુ તે સ્થિર રહ્યો અને તેના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો. “પિતા, પ્રેમ પરંપરાઓને માને છે, પરંતુ તેને નવો માર્ગ બતાવવા માટે પણ તૈયાર છે. ઝારા અને હું સાથે મળીને આ સંબંધને સંવેદનશીલ અને સન્માનપૂર્ણ રાખીશું.”
ત્યારે બીજી બાજુ, ઝારાના પિતા પણ ચિંતિત હતા. “આરવના પરિવારના નિયમો ખૂબ કઠોર છે. તું કેવી રીતે ત્યાં એડજસ્ટ કરશે?” ઝારાએ ધીમે અને શાંતિથી જવાબ આપ્યો, “મમ્મી-પપ્પા, મને મારા ઉપર પૂરતો વિશ્વાસ છે અને આરવના પ્રેમ પર પણ. અમે બન્ને એકબીજાને સમજી શકીએ છીએ અને સાથે મળીને દરેક પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ.”
આવાજ સંવાદો અને સમજૂતીના પ્રયાસો પછી, આખરે એક વર્ષ પછી, આરવના પિતાએ ઝારાના પિતાને મળવાનો નિર્ણય કર્યો. બંને વડીલોને મળીને વાત કરતા, તેમના મનની શંકાઓ ધીમે ધીમે દૂર થઈ. આરવના પિતાએ કહ્યું, “હું મારી પરંપરાઓ પર ગર્વ છે, પરંતુ હું મારા દીકરાના પ્રેમ અને સમર્પણને પણ સમજું છું.” ઝારાના પિતાએ જવાબ આપ્યો, “અમે પણ આ સંબંધને માન આપીએ છીએ અને સમજીશું કે પ્રેમ અને સમજૂતીથી કોઈ પણ પરિસ્થિતિઓ ને પાર પાડી શકીયે છીએ.” આ ભેટમાં, બંને પરિવારો વચ્ચેના તણાવ ઓસર્યા અને તેઓએ વિધિ માટે હા પાડી.
લગ્ન માટે મક્કમ મન બનાવી લીધું. તહેવારની માફક આ સમારંભ માટે તૈયારીઓ ઝડપથી શરૂ થઈ ગઈ. આરવ અને ઝારા, બંનેના પરિવાર એકબીજા સાથે મળીને આ વિશેષ દિવસની તૈયારીઓમાં જોડાયા.
લગ્નના કેટલાક દિવસો પહેલાં, ઝારાને પરંપરાગત માહિતી અને સગાઇની વિધિઓ માટે આરવના ઘરે બોલાવવામાં આવી. ઝારાની આંખોમાં ખુશી અને થોડી ચિંતાના અજવાળાઓ હતા. આરવે તેને કહ્યું, “તુ બિન્દાસ્ત રહે, આપણે આ બધુ શાંતિ થી પાર કરશું.”
સગાઇના દિવસે, આરવ અને ઝારાને ભવ્ય રીતે સજાવટ કરેલ મંડપમાં લાવવામાં આવ્યા. બંનેના માતા-પિતા ખૂબ ખુશ હતા અને આ સુંદર વિધિનું નિરિક્ષણ કરી રહ્યાં હતાં. લગ્નમાં, દરેક વિધિએ એમના જીવનના વિવિધ રંગો રજૂ કર્યા. જયારે આરવ અને ઝારાએ સગાઇ ની વીંટી એકબીજા ને પહેરાવી ત્યારે, બધાની આંખોમાં ખુશીના આંસુ હતા.
લગ્ન માટેનો દિવસ આવી ગયો. આરવના પરિવાર માટે આ વિધિ એટલી સરળ ન હતી. એમણે ઘણા મૂલ્યો અને માન્યતાઓ સાથે સમજૂતી કરી. પણ આખરે, ઝારાના સમર્પણ અને પ્રેમથી ભીંજાયેલાં હૃદયોએ ઝારાને દિલથી સ્વીકારી લીધી. ઝારાએ પણ મમતા અને આદરથી ભરેલું પોતાનું નવું ઘર સજાવવાનું શરૂ કરી દીધું.
લગ્નના દિવસે, સરસ મંડપે દીવા અને ફૂલોથી સજાવટ કરવામાં આવી. આરવ અને ઝારા શાહી કપડામાં શોભી રહ્યાં હતાં. તેઓએ સાથે રહેનાં સપનાં સાકાર થવાનાં હતા. લગ્નની વિધિઓમાં આરવે સાથે રહેવાના વચનો લીધા તો ઝારાએ પણ સત્યનિષ્ઠાથી પોતાના વચનો આપ્યા. આ વિધિઓએ માત્ર એક સંબંધને જ નહિ, પણ બંને પરિવારોના હૃદયને પણ જોડ્યા.
પાંચ દિવસની આ ભવ્યાતિભવ્ય લગ્ન વિધિઓ પછી, રિસેપ્શનનું આયોજન થયું, જેમાં બંને પરિવારના મિત્રો અને સગાંએ એમને શુભેચ્છાઓ પાઠવી. આરવ અને ઝારા માટે આ એક નવી શરૂઆત હતી.
લગ્ન પછીના દિન, આરવે ઝારાને કહ્યું, “આપણે સાથે મળીને આ સફર શરૂ કરી છે, અને દરેક પડકારનો સામનો આપણે સાથે કરીશું.”
ઝારાએ પણ હળવા હસતાં જવાબ આપ્યો, “હા, હવે આગળનું જીવન આપણું છે, અને હું જાણું છું કે આપણે દરેક પડકારને પ્રેમથી પાર કરીશું.”
અત્યાર સુધીની તેમની સફર પ્રેમ અને સમજૂતીથી ભરપૂર હતી. આગળ શું હશે તે જાણવા માટે, પ્રતીક્ષા કરો અંતિમ ભાગ ૫ ની!