રવિવાર ની સવાર હતી – સવારના સાડા આઠ વાગ્યાનો સમય હતો. અમદાવાદ શહેરના એક ખૂણામાં આવેલી ફલેટ્સની ઉંચી બાલ્કનીમાંથી કિશોર ખાલી બેઠો હતો. તેણે કાંઈ ખાધું નહોતું, અને સામેથી ઊગતો સૂર્ય હતો પણ તેને કાંઈક ગમે તેવો લાગતો ન હતો. સાથે ચા અને નાસ્તો હતો, તે પણ હવે ઠંડો થઈ ગયો હતો. કિશોરના હાથમાં મોબાઈલ હતો, પરંતુ તેની સ્ક્રીન પરના નોટિફિકેશન્સ તેના મગજમાં કંઈ ઉંડુ પ્રભાવ ન પાડતા હતા. બધું જાણે રોબોટ જેવી ટેવમાં ફરી રહ્યું હોય એવું લાગતું.
કિશોર ઘરના ખૂણેખૂણા થી પરિચિત હતો, પણ તે બધે જ બેચેન રહેતો હતો. કિશોર સાથે હતી તેની પત્ની, રૂપાલી, રસોડામાં બોલ બોલ કરતી હતી. અચાનક એ બહાર આવીને કિશોર ને કહે છે:
“કિશોર, તમારે કશું ખાવું છે તો હું બનાવી આપું?”
કિશોર તેના ફોન પર જ સ્ક્રોલ કરતો જવાબ આપતો:
“હવે ભૂખ નથી, પણ કાંઈક બનાવી આપ. પછી ખાઈ લઉં.”
રુપાલી ફરી રસોડામાં ચાલી જાય છે, અને કિશોર પાછો પોતાના ખાલી વિચારના ખાડામાં ઊતરી જાય.
તે રવિવાર હતો, અને નોકરીથી છુટકો મળેલો દિવસ હોવા છતાં કિશોરના મનમાં એક જાતનો ભાર હતો. ઓફિસના Targets, Projects, અને Reportsનો ભાર શનિવારે છૂટ્યો હતો, પણ શાંતી લાવવા માટેનો બોજ હજુ છૂટ્યો ન હતો. કિશોર પોતાની જાત ઉપર જ ગુસ્સે થઈ જતો. ટૂંકી ઉંમરથી જ તે દબાણ અને પ્રતિસ્પર્ધામાં ફસાયેલો હતો. ઓફિસમાં દિવસના 10 કલાક કામ, ઘેર પરત આવ્યા પછી ફોનના સ્ક્રીન સાથે સમય પસાર કરવો, જીવન જેમ એક મશીન બની ગયું હતું.
તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન ગુંજતો: “શું હું આ જ માટે જીવી રહ્યો છું? મારા જીવનમાં શાંતી ક્યાં છે?”
એકલો રહેવું તે શાંતી છે કે શૂન્યતા? શું જીવનમાં શાંતી શોધવી એ પણ શક્ય છે?
તે બાલ્કનીમાં બેસીને જોયું કે સામેના ફ્લેટમાં કંઈક જુદું થતું હતું. ત્યાં એક વૃદ્ધ પોતાની દીકરી સાથે પત્તા રમતા હતા, હસતા હતા જે ટેક્નોલોજી થી દૂર રહી અને આજ ના આનંદ માં જીવતા હતા. કિશોરના મગજમાં અનેક વિચારો આવ્યા:
“આ લોકો કેવી રીતે હસી રહ્યા છે? શું તેમનામાં Targets નથી? શું જીવન આટલું સરળ હોઈ શકે? શું માણસ ખુશ પણ રહી શકે છે? શાંતી છે ક્યાં?” જેનો જવાબ તેણે વર્ષોથી શોધ્યો ન હતો.
આવા જ વિચારો સાથે સાંજના છ વાગ્યા ત્યારે રૂપાલી, જે અત્યાર સુધી ઘરકામ અને સાફસફાઈ માં વ્યસ્ત હતી, મગજ ઠંડું કરવા મોઢું ધોઈને બહાર આવી. તે કિશોરની સામે બેસી રહી.
“કિશોર, તું તારા જીવન માટે કંઇ વિચારે છે?”
કિશોરે ઉદાસ અવાજે જવાબ આપ્યો:
“વાંચું છું, કામ કરું છું, Targets પૂરા કરું છું. એ જ મારો જીવન છે.”
રૂપાલી ગુસ્સે થવા જેવો ચહેરો લઈને બોલી:
“તારા Targets કોઈક દિવસ પૂરાં થશે પણ તું Targets માટે જીવવાનું છોડીને શું તારા માટે જીવનમાં તાજગી લાવી શકશે?”
તેની વાતમાં તાકાત હતી. કિશોર ચૂપ રહી ગયો.
ત્યારે જ અચાનક તેણે ઓફિસ થી રજા લીધી, કિશોરે ગુગલ કરી અને શાંતિ વળી જગ્યા શોધી કાઢી અને નક્કી કરીને બીજા દિવસ સવારે નાની ટ્રિપ પર નિકળ્યો. ભીડથી દૂર ક્યાંક શાંતી મળે તેવા સ્થળ પર જવું હતું. તેણે શહેરથી દૂરનું એક ગામ પસંદ કર્યું. કચ્છના મીઠાના રણમાં વસેલું એક નાનું રણપુર ગામ, જ્યાં કુદરત એ માનવી માટે શાંતીને પોતાનું રંગ આપી દીધું હતું.
અમદાવાદ થી કચ્છ ટ્રેનમાંથી ઊતર્યા પછી, તે એક રિક્ષામાં ગામ સુધી ગયો. રસ્તામાં રિક્ષાચાલક તેને ગામ વિશે જણાવતો રહ્યો, “ભાઈ સાહેબ, ગામ શાંત છે. અહીં તમારું મન અવશ્ય પ્રસન્ન થશે. ઘણા લોકો અહીં પ્રકૃતિની અંદર પોતાને શોધવા આવે છે.” કિશોર મૌન રહ્યો, પણ અંદરથી એની આશા જાગી. “કદાચ અહીં મારા મન ને શાંતિ મળશે જેની હું શોધ માં છું.”
ગામમાં પહોંચ્યા પછી તે એક નાનકડા મકાનમાં રોકાયો, જ્યાં માત્ર એક ખાટલો, ટેબલ અને પંખો હતો. બહાર કુદરતનો ઠંડો હવામાં વહેતો સાંજનો દરિયો અનુભવાતો હતો. કિશોરે એ મકાનમાંથી તળાવ સુધી ચાલવાનું નક્કી કર્યું. તળાવ આસપાસ વૃક્ષોથી ઘેરાયેલું હતું, પવન ફૂંકાતો હતો અને પાંદડા હળવેથી હલતા હતા. કિશોર ત્યાં પથ્થર પર બેસી ગયો. ચારેકોર માત્ર મૌન.
આ તળાવનું મૌન કિશોરના મન માટે અલગ જ લાગતું હતું. એ મૌનમાં તેની અંદર જે ખાલીપો હતો એ ફળવા માંડ્યો. તેની સાથે કાગળ અને પેન હતી. તેણે પ્રથમ પ્રશ્ન લખ્યો:
“હું શું શોધું છું?”
બીજો પ્રશ્ન:
“મારે શું ખૂટે છે?”
તે બેસી રહ્યો, પાનાં ભરવા લાગ્યો. જીવનના Targets, નોકરી, પૈસા—તે બધું લખી નાખ્યું. તે બધું જ હતું, છતાં તે ખોટું લાગતું હતું. “મારી જાતે મને છોડીને દુનિયામાં દોડવાનું શરૂ કર્યું છે. હવે મારે પાછું ઘરવું છે,” કિશોર લખતો રહ્યો.
તળાવ પરનો દરેક દિવસ કિશોર માટે નવો અનુભવ હતો. તે રોજ નવા પ્રશ્નો સાથે બેસતો. “મને શું ખુશ કરે છે?”
તેને જવાબ મળ્યો: “મારા મગજને શાંત રાખવા માટે હું ખૂબ સહજ કાર્ય કરું. જ્યારે હું મારા Targets ને છોડતો નથી અને ખાલી ખોટી તેની ચિંતા કરું છું ત્યારે મને સ્ટ્રેસ આવે છે પણ એ જરૂરી નથી તેના વગર પણ હું સારું કામ કરી શકું છું.”
જેમ તેમ દિવસો પસાર થયા, તે Targets અને પ્રેશરમાંથી ધીમે ધીમે દૂર થવા લાગ્યો. ટાર્ગેટ્સ ને મહત્ત્વ આપવાનું ચાલુ રાખ્યું, પણ Targets માટેTargets ને જોવાનું બંધ કર્યું. Targets ને તાજગી સાથે આપમેળે પૂરા કરવા લાગ્યો.
બીજી તરફ તેની પત્ની રુપાલી, તેનો પરિવાર અને તેના મિત્રો હતા તો કિશોર કામ ની ચિંતા માં તે કોઈ ને સમય આપી શકતો નહોતો પરંતુ તેને જવાબદારી સમજી.
શુક્રવારે તે ઘરે પરત ફર્યો. રૂપાલી તેના ચહેરા પરની શાંતી જોઈને ચકિત થઈ ગઈ.
“કિશોર, તમે બદલાઈ ગયા છો. તમે કેમ આટલા ખુશ છો?”
કિશોર હળવે હસ્યો અને બોલ્યો, “જ્યાં શાંતી હોય છે, ત્યાં જ સાચું જીવન હોય છે. બધી જ ચિંતાઓ માંથી મુક્ત થાય અને આજ માં જીવવું છે.
જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તે પ્રકૃતિમાં વધારે સમય વિતાવવા લાગ્યો. તે નક્કી કરતો હતો કે રોજ 15 મિનિટ શાંત બેસશે, એ પણ ફોન કે કોઈ પણ જાત ની ટેક્નોલોજી વિના. તે ક્યારેક તળાવના કિનારે, ક્યારેક વાડીએ, તો ક્યારેક ખેતરોની વચ્ચે બેસી રહેતો.
તેણે પોતાના મનના ખાલીપાને ભરી મૂકવા માટે થોડા નવા શોખ વિકસાવ્યા. તે સ્કેચ કરતો, પણ અહીં સ્કેચ સાદી રેખાઓમાં ન હતું. તે કુદરતના રસાયણમાં પોતાના વિચારોને ફૂલાવીને પેનની શાહીથી કાગળ પર છોડી દેતો. તે કળા તેના મગજના ખાલીપાને શાંતી સાથે જોડતી હતી.
ત્રણ મહિનામાં કિશોર તેના જીવનના હેતુ વિશે વધુ સ્પષ્ટ બન્યો. તે Targets અને ડેડલાઇનથી દૂર રહેવાની કોશિશ કરતો, પણ Targetsને જીવનની સાદગી સાથે સંતુલિત કરતો. તે શીખી ગયો હતો કે શાંતી જીવનમાં વિતરિત કરવી પડે છે; તે સ્વાભાવિક રીતે નહીં આવે.
કિશોર હવે દરરોજ પોતાની સાથે વિતાવેલા સમયના મહત્વ વિશે લખતો. તે વિચારેતો કે “મારી શાંતીના ક્ષણો મારી સૌથી મોટી સંપત્તિ છે.”
તે હવે માનતો કે “એકાંત એ શૂન્ય નથી, પણ તે આનંદ છે.”
કિશોરના જીવનમાં તે ગામે એને ગમતી શાંતીની એવી શરૂઆત અપાવી હતી જે તેને પોતાને પોતાનો શ્રેષ્ઠ મિત્ર બનાવી દેવામાં મદદરૂપ થઈ. તે હજુ પણ Targets પાડી રહ્યો છે, પણ Targets માટે જીવી રહ્યો નથી. હવે તે જીવન માટે Targets કરે છે. આજ ના આ ટેકોનોલોજીકલ યુગ ની અંદર લોકો શાંતિ ઓનલાઇન શોધતા હોય છે પણ એ શાંતિ પોતાના અંદર રહેલી હોય છે.
“જ્યાં શાંતી હોય છે, ત્યાં જીવન શરૂ થાય છે.”
બસ આવી જ રીતે તમે પણ થોડા સમય ટેક્નોલોજી થી દૂર રહો, કોણ શું અને ક્યારે સ્ટેટસ મૂકે છે, કોણ ક્યાં ફરવા જાય છે કે કોણ શું કરે છે આ બધું મૂકી અને પોતાના અને ખાલી પોતાના સાથે સમય વિતાવો. પોતાના પ્રિય લોકો સાથે વાતો કરો. પ્રકૃતિ ને માણો અને બધી જ ચિંતાઓ છોડી અને ગમતું કાર્ય કરો, બનતી પ્રભુ ભક્તિ કરો અને આજ માં જીવો. આ જ સાચો આનંદ છે.