હું લખું છું,
મનના તરંગો ને સમજવા,
વિચારો ને વાચા આપવા, હું લખું છું
વ્યસ્તતા માં પોતાને ક્યાંક શોધવા,
એક નવીનતમ ઉર્જા મેળવવા, હું લખું છું
નિરંતર ચાલતા ઘટનાક્રમમાં,
થોડી શાંતિ મેળવવા, હું લખું છું
શબ્દોના વિશાળ સમુદ્રમાં,
સ્વતંત્રતાન ને માણવા, હું લખું છું
અવનવા લોકોથી થતા ભિન્ન અનુભવોમાં,
સકારાત્મક ઝાંખી પામવા, હું લખું છું
અમસ્તા જ ક્યારેક કંટાળામાં,
પોતાને entertain કરવા, હું લખું છું
દિવસના એક ઘોંઘાટમાં,
એ નીરવતા ને સમજવા, હું લખું છું
અસમંજસના એ કઠિન સમયમાં,
મગજ ને સ્થિર કરવા, હું લખું છું
બસ, એમ જ પોતાની ખુશી માટે હું લખું છું…
– બીજલ
English Version – I Write – Mindshelves Poem
I write
To understand all the waves of my mind,
To put my thoughts into words, I write
To find myself in a busy day,
To experience renewed energy, I write
In between daily routines,
To feel at peace, I write
Amid a vast sea of words,
To feel free, I write
From different experiences of different people,
Just to absorb the positivity, I write
Whenever I feel bored,
To keep me entertained, I write
Amid the chaos,
To feel the silence, I write
During confusing situations,
I write to calm my mind
Just for happiness, I write…
– Bijal