Loading

“સ્નેહા, ચાલ ઘર આવી ગયું” – વિકાસભાઈ પણ આખા રસ્તે drive કરીને થાકી ગયા હતા. એમને લાગ્યું કે સ્નેહા સુઈ ગયી હતી પણ સ્નેહા તો આંખ બંધ કરી ને પ્રણય અને પ્રણવ ના બાળપણ ના સ્મરણો ને વારંવાર વાગોળી અને અશ્રુઓ થી એ બધી યાદો ને જાણે તિલાંજલિ આપી રહી હતી.

એને મન તો જાણે બંને બાળકો હવે ક્યારેય પાછા નથી ફરવાના, દિવસો ક્યારેય પેહલા જેવા નથી થવાના, ક્યારેય “મમ્મી, મારુ બ્લેક t-shirt ક્યાં છે?, મારુ ટિફિન ક્યાં છે? પ્રણવ ને કહે ને મારુ ચાર્જર આપે, પ્રણય ને કહે ને મને રિમોટ આપે, આજે જમવામાં શું બનાવ્યું છે…” – આ ફરી થી ક્યારેય નહિ સાંભળવા મળે.

વિકાસ એ અંદાજ તો લગાવ્યો કે સ્નેહા સાવ ગુમશુમ છે, પણ વિકાસ એ સ્નેહા ને પોતાના વિચારો સાથે હમણાં મુક્ત રહેવા દઉં તેમ યોગ્ય સમજી વાત ને અલગ દિશા આપવાનું શરુ કર્યું.

“Restaurant માં જમવાનું સારું હતું નૈં!”, “પેલો waiter તો આપણા બંને છોકરાઓ ના વખાણ કરતો કે બંને કેટલા handsome લાગે છે એવું તે સાંભળ્યું હતું, સ્નેહા?”

જવાબ માં સ્નેહા માત્ર એમ જ કહે છે કે “હમ્મ”. “ચા પીવી છે તમારે?”…

“તું પીવાની” – વિકાસ થોડું વાતાવરણ હળવું કરવા પ્રયત્નશીલ છે. પરંતુ, સ્નેહા કદાચ એ જ zone માં છે. 

“ના, હું હવે fresh થઇ સૂઇ જઈશ. તમારે પીવી હોય તો હું બનાવી ને જવું.”

“સારું વાંધો નહિ, તું આરામ કર મારે પણ નથી પીવી ચા અત્યારે.”

વિકાસભાઈ TV on કરી અને news channel જોવા લાગ્યા અને સ્નેહાબેન બેડરૂમ માં આરામ કરવા માટે જાય છે.

વિકાસભાઈ અને સ્નેહાબેન બંને retired જીવન જીવી રહ્યા હોય છે. પોતાના જીવન ના અમૂલ્ય વર્ષો નોકરી કરી, વ્હાલસોયા એવા ૨ જોડિયા દીકરાઓ ના માં-બાપ બન્યા, ૧-૧ રૂપિયો ભેગો કરી બંને દીકરાઓ ને ભણતર માટે ઉચ્ચ યુનિવર્સિટી માં New Zealand મોકલ્યા અને એરપોર્ટ થી ઘરે આવ્યા હતા.

ન્યૂઝ જોતા જોતા ક્યાં રાત ના ૧:૩૦ વાગી ગયા વિકાસભાઈ ને ખ્યાલ જ ના રહ્યો. તે હવે પોતાના રૂમ માં જવાની તૈયારી કરે છે. રૂમ માં જઈને જોવે છે તો સ્નેહા ના ચોધાર આંસુઓ થી હીબકા ભરવાનો અવાજ સંભળાય છે.

તેમના આવવાના અવાજ સાથે જ સ્નેહા જાણે સૂઇ ગઈ છે તેમ ડોળ કરે છે પણ વિકાસભાઈ જાણી જાય છે કે સ્નેહા જાગી જ રહી છે.

તે હવે lights on કરે છે અને સ્નેહા ને બોલાવે છે, “સ્નેહા, સ્નેહા, આમ સામે જો તો…”

રડી ફિક્કો પડી ગયેલો ચેહરો જાણે પોતાની બધી જ લાગણીઓ આજે જ પ્રદર્શિત કરી દેશે તેવું જણાતું હતું.

“કાંઈ જ નથી થયું…” – જયારે મન માં ઘણું બધું ચાલતું હોય ત્યારે માણસ હમેશા એકાંત જ સ્વીકારે છે. એને કોઈ ની કંપની કે કોઈ સમજણ નથી જોઈતી હોતી. બસ, એકલતા માં સંવાદ જે શાંતિ આપે કે ના આપે પણ judgment થવાના ડર વગર સંવાદ કરવાની તક જરૂર આપે છે.

પરંતુ, લગ્ન ના આશરે ૩૦-૩૫ વર્ષ થયા હતા તો વિકાસભાઈ એટલું તો સમજતા જ હતા કે આ ફિક્કો પડેલો ચેહરો પોતાના દીકરાઓ ને યાદ કરી ને થયેલ છે.

વિકાસભાઈ એ ઊંડો શ્વાસ લીધો અને પછી સ્નેહા ને પોતાના પાસે બેસવા કહ્યું.

“સ્નેહા, હું જાણું છું કે પ્રણય અને પ્રણવ બન્ને નું વિદેશ જવું અને આપણું અહીંયા દીકરાઓ હોવા છતાં નિઃસંતાન ની જેમ જીવન જીવવાના વિચાર માત્ર થી તું દુઃખી છે. આપણે આપણા દીકરાઓ ને ઉચ્ચતમ શિક્ષણ આપ્યું, સારા સંસ્કાર આપ્યા, જીવન માં આગળ વધવાની તક આપી છે, સપનાઓ જોતા શીખવ્યું છે, અને એ સપનાઓ પુરા કરવા માટે મેહનત કરતા પ્રેર્યાં છે હંમેશા. આજે તેમને પોતાના career માં આગળ વધવાની તક મળેલી છે, તે સારું ભણી અને પોતાનું ભવિષ્ય બનાવશે, પોતાનું અને આપણું નામ આગળ લાવશે. શું તે કાંઈ ખોટું કરે છે?”

“પણ,…પણ એ આપડાને ભૂલી જશે ને!? હવે ક્યારેય આવશે, અને આવશે તો ફરી બધુંય ક્યાં એવું જ રહેશે જેવું અત્યારે છે. બંને કમાતા થઇ જશે. ત્યાં જ કોઈક શોધી અને લગભગ લગ્ન પણ કરી દેશે. આપણું શું થશે વિકાસ? આપણે આખી જિંદગી એમની પાછળ ખર્ચી દીધી, અને હવે એમની સાથે જ નહિ રહેવાનું આપણે?! એમના કોઈ જ નિર્ણય માં આપડે નહિ હોઈએ ને! હું ખુશ છું કે તેમનું સપનું સાર્થક થઇ રહ્યું છે, સારી જગ્યા એ એડમિશન થઇ ગયું છે. પણ, હવે બંને આવશે ત્યારે બધું જ સાવ અલગ હશે ને!”

“સ્નેહા, સંભાળ. જીવન ક્યાં સ્થિર છે જ. જીવન કોઈ પણ શરત સાથે ક્યાં જીવાય છે. જીવન માં ક્યારેય બધું એકધારું થોડી રહેવાનું જ છે. તું એમ કેમ નથી વિચારતી કે હવે આપણા ને actual માં જીવન જીવવા મળ્યુ છે. આપણા લગ્ન થયા ત્યાર થી અત્યાર સુધી આપણે એકબીજા માટે સમય જ નથી નીકળી શક્યા. જે સમય હવે આપડે સાથે ગાળવાનો છે. ફરવાનું છે, કોઈ પણ ચિંતા કર્યાં વગર. રહી વાત નિર્ણય ની, આપડે આપણા જીવન ના નિર્ણય લઇ ચુક્યા છે. હવે આપણા બાળકો ને સ્વતંત્રતા આપવી જોઈએ આપણે. એમને આપણે એટલા તો સંસ્કાર આપ્યા જ છે કે એ સાચા-ખોટા ને પારખી શકે. જ્યાં જ્યાં જરૂર હશે આપડે બેઠા જ છે એમના સાથે, પણ હવે એમની life એમના રીતે જીવવા દઈએ. ભલે ને લેતા જાતે નિર્ણય, આમ જ તો જીવન માં સીડીઓ ચઢશે. વધુ પ્રેમ અને માર્ગદર્શન માણસ ને ખોખલું કરી દે છે, તેને પોતાના રીતે નિર્ણય લેવાની છૂટ આપવી જોઈએ, હવે જ સારો સમય છે.”

“પણ, તે લોકો કોઈ છોકરી સાથે પ્રેમ માં પડી જશે તો?”

“તો ભલે ને! હવે બધું જ આપણું ધારેલું થશે એ જીદ કહું લાગણી કહું કે રૂઢિ કહું તે આપણે ભૂલવી જ પડશે, સ્નેહા.”

“આપણા બંને છોકરાઓ હવે ૨૨ વર્ષ ના છે, સમજદાર છે. કદાચ હવે તેમને આપણે બધું પુછીશુ તે ના પણ ગમે. ક્યારેક આપણે બઉં જ interfere  કરી રહ્યા છે તેમ પણ તેમને લાગી શકે છે. તારા માં ના હૃદય ને હું સમજુ છું, ખુબ જ સારી રીતે. પણ હવે આને તું આ રીતે લે કે હવે મારે કોઈ ટેન્શન જ નથી. retired life મારે fully enjoy કરવાની છે. આટલા વર્ષો કેટલીય પિકનિક, પાર્ટી, ઓઉટિંગ્સ મેં cancel કર્યાં હતા, હવે તે બધા જ મારે attend કરવા છે. વિકાસ સાથે મન ભરી ને વાતો કરવી છે. અને છોકરાઓ સાથે પણ મિત્ર ની જેમ જ રેહવું છે.”

“ચાલ, આપણે કાલે જ નવું કોઈ મૂવી જોવા જઇયે.”

“હવે આ ઊંમર માં મૂવી?!!!” – સ્નેહાબેન ના ચેહરા ઉપર હળવું સ્મિત આવી ગયું.

“હાસ્તો, તેમાં ઊંમર ને શુ લેવાદેવા. ચાલ, હું રેખાબેન અને પિયુષભાઇ ની પણ ટિકિટ કરાવી લઉં, આપણે બધા સાથે જઇયે મૂવી જોવા.”

આવીશ ને? 

“હા, તમારી વાત બિલકુલ સાચી છે. હું વધુ જ ઉદાસ થઇ ગઈ હતી. હું ખુશ છું દીકરાઓ ના progress માં. આપણે આપણી life જીવીયે હવે”

“એ વાત ઉપર ચા થઇ જાય?!!”

“હા કેમ નહિ” 

રાત ના લગભગ ૨:૩૦ વાગી ગયા હતા અને બંને એ પોતાના લગ્ન નું album જોતા જોતા ચા પીધી અને આ એક નવી જ શરૂવાત હતી, એક નવો જ phase , એક સુંદર વિચાર, અને સકારાત્મક અભિગમ જે પેઢી દર પેઢી લાવવો ખુબ જ જરૂરી છે. 

તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ જરૂર થી કરજો. Mindshelves Gujarati Vartao.

0 Shares:
1 comment
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Gujarati Varta - Pita - Mindshelves
Read More

પિતા

“સાંભળીને બેસ”, “સાચવીને ચાલ”, “જોઈને ખાજે”, “પડી જઈશ”, “રસ્તો સાચવી ને ઓળંગજે” – આવા કઈ કેટલાય ઠપકાઓ જે…