Loading

એકમેકના સાથીદાર: ભાગ 1 નો સારાંશ:

આરવ, એક મહેનતુ અને મહત્ત્વાકાંક્ષી યુવાન, પોતાનાં ગામથી અમદાવાદની એક કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે. તે ટેક્નોલોજી ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવવાનો સપનો જોવાનો છે. તો બીજી તરફ, ઝારા, અમદાવાદની સમૃદ્ધિ અને આધુનિકતા વચ્ચે વધેલી એક યુવતી, અભિનયમાં પોતાનું ભવિષ્ય બનાવવાનો અભ્યાસ કરે છે. તેમનો વારસો અને ઉછેર અલગ હોવા છતાં, કૉલેજ માં મળે છે.

એકમેકના સાથીદાર: ભાગ 2 નો સારાંશ:

ભાગ 2 વાર્તામાં આરવ અને ઝારાની પ્રેમકથાનું વર્ણન છે. આરવ એક મહેનતુ યુવાન છે અને ઝારા એક કલાકારીની યાત્રી છે. તેઓ કોલેજમાં મળી ને પ્રેમમાં પડે છે, તેમનું સંબંધ સામાજિક અને ધાર્મિક ભેદભાવોથી ઘેરાય છે. ઝારાના માતા-પિતા તેમના સંબંધને અસ્વીકાર કરે છે અને ઝારાને તેના સપના પૂરા કરવાની મંજુરી નથી આપતા. આ અવરોધો વચ્ચે તેમનો પ્રેમ કેવી રીતે આગળ વધે છે તે વાર્તાનો કેન્દ્ર છે.

આગળ…

કૉલેજ પૂર્ણ થયા પછી આરવ અને ઝારાના જીવનમાં નવો અધ્યાય શરૂ થયો. બંનેએ પોતાના ક્ષેત્રોમાં ડિગ્રી મેળવીને પ્રોફેશનલ જીવનમાં પગ મૂક્યો. આરવને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરી મળી, જ્યારે ઝારાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. જોકે, બંનેના વ્યવસાયિક જીવનને કારણે તેમના વચ્ચેનો સમયનો અભાવ મોટો તણાવ બની ગયો.

આરવ અને ઝારા, કૉલેજના દિવસોમાં જેમણે સાથ-સહકાર અને પ્રેમથી ભરપૂર જીવન જીવ્યું હતું, તેઓ હવે વ્યવસાયિક દબાણો અને જવાબદારીઓનો સામનો કરતા હતા. આરવ, એક ટેકનોલોજી કંપનીમાં કામ કરવા લાગ્યો, જ્યાં તેને લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હતું. બીજી બાજુ, ઝારાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, જ્યાં શૂટિંગ, મીટિંગ્સ અને પ્રમોશનલ ઇવેન્ટ્સમાં તે વ્યસ્ત રહેતી.

કોઈપણ સંબંધમાં, સમયનું મહત્ત્વ અમૂલ્ય હોય છે. આરવ અને ઝારા બંનેના વ્યવસાયિક જીવનમાં વ્યસ્ત હોવા છતાં, તેઓએ એકબીજાને મળવાનો સમય કાઢવાનો પ્રયત્ન કર્યો. તે સમયે તેઓએ જાણ્યું કે જીવનમાં સાચો સંતુલન સાધવો કેટલો મુશ્કેલ છે. આ મૌલિક સમયનો અભાવ તેમના પ્રેમમાં તણાવ લાવતો રહ્યો. તેઓે સમજ્યું કે તેમનું આ અગાઉનું સહજ સ્નેહ હવે આ વ્યસ્ત જીવનમાં પણ કાયમ રાખવું જોઈએ.

હજુ આરવ અને ઝારા ને એવું હતું કે બંને પોતાની આકાંક્ષા માટે કામ કરશે, પોતે પોતાના પગ ઉપર ઉભા થશે અને પછી ધીમે ધીમે પોતાના ઘરે લગ્ન માટે વાત કરશે પરંતુ નિયતિ નું બનવું કંઈક અલગ જ હતું

લગભગ છ મહિને વીતી જાય છે અને ત્યાં જ અચાનક એક ગામના વ્યક્તિ પાસેથી આરવ ના પરિવાર ને ઝારા વિશે ખબર પડે છે; તેમને ખબર પડતાં જ ખ્યાલ આવ્યો કે ઝારા મુસ્લિમ છે. આરવના પરિવારમાં આના માટે નારાજગી અને અસ્વીકાર હતો. તેમના માતા-પિતા ખૂબ જ રૂઢિચુસ્ત હતા અને આ સંબંધને શકે તેમ નથી. તેમણે તુરંત જ આરવ ને ફોન કરી અને આ વિશે પૂછે છે અને આરવ બધી જ સાચી હકીકત જણાવે છે. તેમને એક ક્ષણ માટે થાય છે કે આ એજ આરવ છે જે મહત્વાકાંક્ષી છે, એ જ આરવ છે જે પોતાના સપનાઓ પુરા કરવા રાત-દિવસ એક કરતો હતો. પોતાના માતા-પિતા ના માન માટે કાંઈ પણ કરવા તૈયાર હતો અને હવે એ બીજા ધર્મ ની છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે…

આ જટિલ પરિસ્થિતિને જોતા, આરવ અને ઝારાએ પોતાના પ્રેમને બચાવવા થોડો સમય બધું શાંત થાય ત્યાં સુધી એમણે ઘરમાં આગળ વાત ના કરવાનું વિચાર્યું અને સારા સમય ની પ્રતીક્ષા શરુ કરી.

આમ ને આમ બે વર્ષ પવન ની જેમ વીતી જાય છે. આરવ ની લગન અને ખંત થી કામ કરવાની રીત થી તેને બઢતી (પ્રમોશન) મળતું રહે છે અને ૧૦ લોકો ની ટીમ પણ સંભાળે છે. અને બીજી બાજુ ઝારા ની પણ સારી પ્રગતિ થાય છે

આરવ ના મામા વરુણભાઇ ના છોકરા ના લગ્ન ગોઠવાય છે અને ૧૫ દિવસ પછી આરવ નો પરિવાર અમદાવાદ આવવાનો હોય છે. ઝારા અને આરવ આ અવસરનો લાભ લઈ અને પ્લાન બનાવે છે કે બંને પરિવાર એકવાર મળશે તો એકબીજા વિશે જાણી અને આગળ વાત વધી શકશે અને બંને પ્રયાસો શરુ કરે છે.

આરવ પોતાના માતા-પિતાને સમજાવવા લાગ્યો કે ઝારા કેટલી સુંદર અને ઉદાર છે, અને તેના માટે તે કેવી રીતે શ્રેષ્ઠ જીવનસાથી બની શકે. તે જ સમયે, ઝારા તેના માતા-પિતાને સમજાવતી હતી કે આરવ કેટલો સારો અને વિશ્વસનીય છે. છેવટે, બંને ની આજીજી ઉપર પરિવારે મળવા માટે ની મહોર લગાવી.

આરવ તુરંત જ ઝારા ને સમાચાર આપે છે અને એના પરિવાર થી હા થતા અમદાવાદ ની સુપ્રસિદ્ધ સેફ્રોન રેસ્ટોરન્ટ માં ફોન કરી અને ટેબલ બુક કરે છે. રેસ્ટોરન્ટ અંદર એક વિશાળ હોલમાં, દીવાલો પર સુંદર સુશોભન અને લાઇટિંગ સાથેનો દ્રશ્ય મનોરમ લાગતો હતો. ઝારા પરિવાર સાથે ૭ ના ટકોરે પહોંચી જાય છે અને આરવ તેના પરિવાર સાથે ૭:૫ સુધી માં પહોંચે છે. બંને પરિવાર મળે છે અને બેસે છે. ટેબલની આજુબાજુ બેસેલા બંને પરિવારોમાં તણાવ સ્પષ્ટ દેખાતો હતો. આરવના પિતાએ હળવી હરોળથી સૌનું સ્વાગત કર્યું, પરંતુ વાતાવરણ તણાવગ્રસ્ત હતું. ઝારાના માતા-પિતા હળવા મુડમાં હતા.

ધીમે ધીમે ભોજન શરૂ થયું, તેમ છતાં વાતાવરણ મુશ્કેલી થી છવાયેલું જ હતું. આરવના પિતા રમણભાઈ, જેઓ આ પહેલાથી જ ઝારાની ધર્મ કારણે નારાજ હતા, તેમને તેમના મંતવ્યોમાં ફેરફાર કરવો પડ્યો. તેમણે ઝારાને પૂછ્યું, “તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો? તે ક્ષેત્ર ઘણું જ પડકારજનક છે.” ઝારાએ મીઠા સ્વરે જવાબ આપ્યો, “હા, ખૂબ પડકારજનક છે, પરંતુ તે મારૂ પેશન છે.”

રમણભાઈના સવાલો થોડા કડવા પણ હતા કે “ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી ટકી રહેવું ઘણું મુશ્કેલ નથી?, તે ખરેખર પડકારજનક છે,” ઝારાએ શાંતિપૂર્વક કહ્યું, “પરંતુ મને મારા કાર્યમાં આનંદ આવે છે.”

બીજી બાજુ ઝારા ના પિતા પણ આરવ ના ધ્યેય અને આકાંક્ષા વિશે પ્રશ્નો પૂછતાં હતા.

બંને પરિવાર હામી પણ ભારે છે કે એમને એક પરંપરાગત લગ્ન અને એક પોતાના ધર્મ માં જ લગ્ન કરાવવું છે પરંતુ આ મેચ્યોર ઝારા અને આરવ બધું સંભાળી છે.

આરવે ધીરજપૂર્વક જવાબ આપ્યો, “હું જાણું છું પપ્પા, પણ હું અને ઝારા એકબીજા ખૂબ સ્નેહથી જોડાયેલા છીએ.”

ઝારાના પિતા, આ વાતચીતમાં જોડાયા. “અમે જાણીયે છીએ, પરંતુ બંને તરફની સંસ્કૃતિઓને સમજવું ખુબ જરૂરી છે.”

રમણભાઈએ ઉશ્કેરાઈને કહ્યું, “હા, સમય બદલાઈ રહ્યો છે, પરંતુ કેટલીક પરંપરાઓને સાચવવી પડશે.”

ઝારાએ ઉત્તર આપ્યો, “અમે બે જુદી સંસ્કૃતિઓ સાથે જીવતા હોવા છતાં, એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું આ જ પુરતું નથી?”

રમણભાઈએ સંકોચ સાથે જવાબ આપ્યો, “સમય કહેશે. આ વિષય પર હજુ ચર્ચા કરવાની જરૂર છે.” અંતે રમણભાઈ અને તેમનો પરિવાર ઝારાના સ્વભાવ અને બૌદ્ધિકતાથી પ્રભાવિત થયો હતો. ત્યારે, ઝારાના માતા-પિતા પણ આરવના નિખાલસ અને નમ્ર સ્વભાવથી ખુશ થયા.

આ દરમિયાન આરવ અને ઝારા એકબીજાની આંખોમાં એકબીજાના પ્રેમને જોઈને આનંદિત થયા અને એકબીજા ને હિંમત આપતા હોય છે

રાત્રિભોજનના સમયે, બંને પરિવારો એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. ધીમે-ધીમે તણાવ થોડો હળવો થયો; બંને પરિવારો વચ્ચે થોડી સમજણ આવી, જો કે, બંને પરિવારોના મંતવ્યો હજી પણ અજાણ જ હતા.

રાતના અંતે, બંને પરિવારો કોઈ નિશ્ચિત નિર્ણય વિના છૂટા થયા. આરવ અને ઝારાને તેમના પ્રેમ માટે એક નવી હિંમત મળી, પરંતુ સંશયો હજી પણ ઊંડા હતા.

બહાર નીકળતાં આરવ અને ઝારાએ એકબીજાના હાથ પકડ્યા. “આને આપણે હળવી શરૂઆત માનીએ,” આરવે ઝારાની તરફ જોઈને કહ્યું. “આપણે સાથે છીએ, અને આ બધું પાર કરીશું,” ઝારાએ જવાબ આપ્યો.

આ રીતે, બંને તેમના પ્રેમના સહારે આગળ વધવાની હિંમત લઈને નિકળી ગયા, જાણે છે કે તેમની સાથે રહેવા માટે તેમને હજી ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

હવે તે જોવાનું બાકી છે કે બંને પરિવારો પોતાના સંતાનોના પ્રેમને સ્વીકારશે કે નહીં, આગળ શું થશે?

Like
6
This is a guest post
Author: કાઠિયાવાડી છોકરો
0 Shares:
1 comment
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Lagni - Mindshelves.com - Bijal Shah
Read More

લાગણી – Lagani

“પાપા, હવે આપડે સ્વાતિ ને કોઈ માનસિક રોગ ના ડૉક્ટર ને બતાવવું જોઈએ” – લાગણી થી ભરપૂર, ચિંતા…
Aatmagnan | Gujarati Varta | Mindshelves
Read More

Aatmagnan – આત્મજ્ઞાન

…ક્યારેક એવું થાય કે જયારે બોલવાની જરૂર હતી ત્યારે શુ કરવા હું અને જય બંને ચૂપ રહ્યા? જો…
Our own | Gujarati Varta
Read More

પોતાના | Gujarati Varta

“મમતા, તું વિનોદ ને આ બધી વાતો ની જાણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજે. હું સવાર થતા…
Suryoday Gujarati Fiction Varta - MindShelves
Read More

Suryoday – Gujarati Varta – Fiction Category

સૂર્યોદય સપનાઓ ને સંજોવીને, સુકાયેલા આંસુઓ સામે એકીટસે જોઈ રહી ને, અને કઈ કેટલીયે હાસ્ય થી ભરપૂર પળોને…
Gujarati Fiction Story - Ek Mek Na Sathidar - Mindshelves.com
Read More

એકમેકના સાથીદાર: ભાગ 2 – પ્રેમ અને પડકારોના સંઘર્ષ

એકમેકના સાથીદાર: ભાગ 1 નો સારાંશ આરવ, એક મહેનતુ અને મહત્ત્વાકાંક્ષી યુવાન, પોતાનાં ગામથી અમદાવાદની એક કોલેજમાં અભ્યાસ…