Loading

જૂનાગઢ જિલ્લા ના માધાપર ગામ ના હૃદયમાં, જ્યાં સૂર્યએ વિશાળ ખેતરો પર સોનેરી રંગ દોર્યા હતા અને પૃથ્વીની સુગંધ હવામાં વિલંબિત હતી, અને ત્યાં થી જ આરવની વાર્તા પ્રગટ થઈ.

એક મધ્યમ-વર્ગીય હિન્દૂ પરિવારમાં જન્મેલો, તેમના જીવનની લય સંયુક્ત કુટુંબની મર્યાદામાં માતાપિતા, દાદા દાદી, કાકાઓ અને પિતરાઈઓ સાથે સુમેળભર્યા સહઅસ્તિત્વમાં ગુંજતી હતી. તેમનું સાધારણ ઘર, કુદરતના આલિંગન વચ્ચે વસેલું, એક આશ્રયસ્થાન હતું જ્યાં વહેંચાયેલ હાસ્ય અને પારિવારિક સહકાર રોજિંદા જીવનની રચના કરે છે.

આરવ ના પિતા રમણભાઈ અને માતા રસીલાબેન એ લાડકોડ થી આરવ ને ઉછેર્યો હતો, એમની પાસે ચોક્કસ રૂપિયા ઓછા હતા પણ પ્રેમ અપાર હતો. આરવ ના પિતા ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે અને માતા ગૃહકામ કરે છે. આરવ ગામડાની સરકારી શાળા માં અભ્યાસ કરે છે, ઘરે આવી પોતાનું ઘર કામ (લેશન) પૂરું કરી અને પિતા ને મદદ કરવા ખેતર જતો રહે છે. ત્યાં તેનો પહેલો મિત્ર છે ચાડિયો; એ એની સાથે રોજ મસ્તી કરે છે અને જુવે છે કે ચાડિયો કેવી રીતે ચકલીઓ અને બીજા પક્ષીઓ ને ડરાવે છે. ખેતર નું વાતાવરણ ક્યારેક એકદમ શાંત, તો ક્યારેક પક્ષીઓ નો કલબલાટ હોય છે, બળદ નો ભામ્ભરવાનો અવાજ હોય છે. પરંતુ ત્યાં નીરવ શાંતિ નો અહેસાસ થતો હોય છે; ત્યાં જ આરવ નો બીજો મિત્ર પણ હોય છે નાનું કુરકુરિયું એટલે કે ગલુડિયું. આરવ ને જોતા જ ગેલ માં આવી અને દોડી ને પાસે આવી અને હેત કરવા કહે છે અને જેવો આરવ માથા ઉપર હાથ ફેરવે અને તે પૂંછડી ફટાફટ પટ-પટાવવા માંડે.

રમણભાઈ થોડું કામ પૂરું કરી વડલા પાસે વિસામો લેવા આવે અને જુવે તો આરવ એની રીતે ખેતર માં કાંઈક કામ કર્યા કરતો હોય જેનાથી રમણભાઈ ને થોડો સહકાર રહે અને એ જોતા જ રમણભાઈ કહે કે આ ખેતી કામ મેં મારી આખી જિંદગી કરી પણ તારે આ નથી કરવાનું, તારે મોટા થઈ ને મોટું અફસર બનવાનું છે અને એ હજુ પૂરું થઈ એ પહેલા જ આરવ સાથે સાથે એ જ શબ્દો બોલે અને પછી કહે કે પપ્પા આ તો તમે મને રોજ કહો છો અને હું પણ કહું છું કે મને મોટા થઈ ને મારા મામા ની જેમ અમદાવાદ જઈશ અને કોમ્પ્યુટર ક્ષેત્ર માં આગળ વધીશ અને બહુજ મોટો માણસ બનીશ જેના માટે હું રોજ ખુબ જ ખંત (ધ્યાન) થી શાળા માં ભણું છું. આવું જ કાંઈક દૈનિક હતું આરવનું.

જોત જોતા માં દિવસો વીતતા ગયા…

આરવની મુસાફરી, જોકે, સરળ ન હતી. ગ્રામ્ય વિસ્તારના જીવનમાં તેને ઘણા પડકારોનો જોયા હતા – નાણાકીય અવરોધો, સામાજિક અપેક્ષાઓ અને મધ્યમ-વર્ગના અસ્તિત્વના બંધનમાંથી મુક્ત થવાનો સંઘર્ષ. તેમ છતાં, તેના ઘરની નમ્ર દિવાલોની અંદર, આરવે મહત્વાકાંક્ષાની જ્યોતને પોષી હતી જે દરરોજ સવારે ખેતરોને સ્નાન કરતા સૂર્યપ્રકાશ કરતાં વધુ તેજસ્વી સળગતી હતી.

આરવ માટે શિક્ષણ માત્ર આ પડકારો ને અંત લાવવાનું સાધન ન હતું; તે વાહન હતું જે તેને ગ્રામ્ય જીવનની સાદગીથી ટેકનોલોજીકલ ક્ષેત્રના અમર્યાદિત વિસ્તરણ સુધી લઈ જઈ શકતું હતું. તેનાં સપનાં ખેતરોની ઉપરથી ઉંચા હતા જે આંખ ના જોઈ શકે ત્યાં સુધી છેક વિસ્તરેલા હતા. આરવ પોતાની જાતને એક ટેક લીડર તરીકે કલ્પના કરે છે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના જટિલ વાતાવરણમાં પરિવહન કરે છે.

આ વાર્તાનું બીજું મુખ્ય પાત્ર છે અમદાવાદની શહેરી રહેવાસી ઝારા. એ મુસ્લિમ પરિવારમાં જન્મેલી જ્યાં સમૃદ્ધિ અને આધુનિકતા સહઅસ્તિત્વ ધરાવે છે, ઝારાનું જીવન આરવના જીવનથી તદ્દન વિપરીત હતું. તેણીનું ઘર, સમૃદ્ધિના જાળથી શણગારેલું, શહેરી અભિજાત્યપણુના અવાજોથી ગુંજતું હતું. શહેરના હૃદયના ધબકારા તેની નસોમાં ધબકતા હતા, તેણીની આકાંક્ષાઓને તે રીતે આકાર આપતા હતા જે તેના માટે નિર્ધારિત પરંપરાગત અપેક્ષાઓ કરતાં વધી જાય છે.

છતાં, તેની આસપાસની ભવ્યતા વચ્ચે, ઝારાનું હૃદય એક અલગ સ્વપ્નની લયમાં ધબકતું હતું. પર્ફોર્મિંગ આર્ટ્સ પ્રત્યેનો તેનો જુસ્સો, પ્રસિદ્ધિમાં પ્રવેશવાની તેની ઇચ્છા અને અભિનેત્રી બનવાની તેની ઝંખનાએ તેના સપનાઓને સર્જનાત્મકતાના જીવંત રંગોથી રંગ્યા. બાળપણમાં ટેલિવિઝન મુખ્ય મનોરંજન નું સાધન હતું અને ઝારા ને ટેલિવિઝન એટલું વહાલું હતું કે એને નક્કી કરેલું કે એ પણ એક દિવસ ટી.વી. માં આવશે અને ઝારા નો પરીવાર નવી વિચારસરણી વાળા હોવાથી પૂરતો સહકાર પણ કરતા હતા. શાળા માં કોઈ પ્રોગ્રામ હોય કે કોઈ ધાર્મિક તહેવાર હંમેશા ઝારા એમાં ભાગ લેતી અને અવ્વલ નંબર મેળવતી. આ બધું જ જોઈ અને એના પરિવાર ને પણ ગર્વ થતો હતો.

આમ જ.. દિવસો મહિનાઓ અને વર્ષો વીતતા ગયા.. ઘણું બધું બદલાયું પણ આરવ અને ઝારા ના સપનાઓ તો એ જ રહ્યા..

આરવે જોયેલું સપનું પૂરું કરવા આગળ ના અભિયાસ અર્થે તેના મામા વરુણભાઇ ના ઘરે અમદાવાદ આવે છે અને ગુજરાત કોલેજ માં કોમ્પ્યુટર સાયન્સ ના કોર્સ માં એડમિશન મેળવે છે. આરવ જયારે તેના ગામડે થી અમદાવાદ આવતો હતો ત્યારે બધાની આંખ ભીની થઈ ગયેલી કારણકે આરવ હંમેશા લાડકવાયો રહ્યો છે અને એના ભણવા જવાથી જાણે ઘર માં એક સન્નાટો થઈ જવાનો હોય.. એ ૨૫૦ કિલોમીટર દૂર અમદાવાદ આરવ ના પરિવાર ને ૨૫૦૦ કિલોમીટર દૂર યુરોપ જેવું લાગતું હતું પરંતુ ઘરવાળા આરવ ના સપનાની વચ્ચે આવવા નહોતા માંગતા એટલે આરવ ભીની આંખ અને મોઢા પર હાસ્ય ની ચાદર પાથરી ને વિદાય આપી..

અમદાવાદ પહોંચતા આરવ ને ઘર ની યાદ આવે છે. ગામડાની શાંતિને શહેર ના ઘોંઘાટિયા વાતાવરણ માં બદલાય ગયેલું લાગે છે પરંતુ તેને તરત જ શાળા ના નિલેશ સર નું વાક્ય યાદ આવતું કે કઈંક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે. આરવ શહેર ના ઢાળ માં ઢોળાવવા જઈ રહ્યો છે પણ એનો શરમાળ સ્વભાવ કદાચ કોલેજ માં અવરોધ પેદા ના કરે તેનો ડર પણ લાગે છે.

અને એ જ સમયે ઝારા એ પણ ગુજરાત કોલેજ માં જ સ્કૂલ ઓફ ડ્ર્રામાં ની અંદર એડમિશન મેળવી અને સપનાઓ તરફ એક વધુ ડગલું માંડ્યું. ઝારા સ્વભાવ એ જરા પણ શરમાળ નહોતી, કોઈક નવા મિત્રો બનાવવા એના માટે ચપટી વગાડવા જેવું કામ હતું અને આ જ વસ્તુ તેને તેના સપના તરફ આગળ વધવામાં સાથ આપતું હતું.

કોલેજની શરૂઆતના પહેલા જ અઠવાડિયે વેલકમ ઇવેન્ટ યોજાઈ હતી જેમાં આરવ જવા માટે નીકળે છે ને કોલેજ માં જુવે છે તો એને એના સપનાઓ પુરા કરવાની દુનિયા દેખાય છે અને મુખ્ય હોલ માં જઈ બેસે છે અને તેના સાથી વિદ્યાર્થીઓ પણ થોડી વાર માં આવે છે અને ત્યાં જ સમય થઈ છે વેલકમ ઇવેન્ટ શરુ કરવાની. સ્ટેજ ઉપર થી એક મધુર અવાજ આવે છે અને બધા લોકો જ આતુર થાય છે ઇવેન્ટ ના મુખ્ય હોસ્ટ ને જોવા.

રંગમંચ(સ્ટેજ) ઉપર વાઇબ્રન્ટ લાઇટ્સ ધબકતા સંગીતના તાલ પર નૃત્ય કરતી હતી, આરવની નજર ભીડ વચ્ચે તેની એન્કર તરફ પડી. ઝારા, એ ત્યારે સ્પોટલાઇટમાં નહોતી, સામાન્યની સીમાઓ વટાવી દેતી આભા સાથે જયારે એ રંગમંચ પર પહોંચી અને બધા એ તાળીઓ ના ગડગડાટ સાથે એમનું સ્વાગત કર્યું. એ હોય છે સ્કૂલ ઓફ ડ્ર્રામાં ના પ્રથમ વર્ષ ની વિદ્યાર્થીની ઝારા અને બીજા વર્ષમાં અભ્યાસ કરતી કૃતિ અને એ લોકો ના હાજર થતા રૂપેરી પડદે ઇશારો થયો. તેણીના અભિનય, આકર્ષિત પ્રતિભા એ પ્રેક્ષકોને મોહિત કર્યા, પરંતુ આરવ માટે, તે માત્ર એક મનમોહક અભિનય કરતાં વધુ હતું – તે ક્ષણ હતી. તેને થયું કે એ આ વ્યક્તિ ને જાણે એ જન્મો-જન્મ થી ઓળખે છે અને તેનું હૃદય ફટાફટ ધડકવા માંડ્યું.

જેમ જેમ ઝારા નમ્રતાપૂર્વક આગળ વધતી ગઈ, દરેક પગલું તેના સપનાની લહેરથી ગુંજતું હતું, આરવ પડછાયામાં એક જગ્યા એ એક મૂક પ્રેક્ષકની જેમ બેઠો હતો; ઝારાની હાજરીની તેજસ્વીતાએ એ પડછાયાઓને પ્રકાશિત કર્યો અને તેના અંતર્મુખી(ઈન્ટ્રોવર્ટ) આત્માને ઢાંકી દીધો. તે મંત્રમુગ્ધ પ્રદર્શનમાં, આરવ પોતાને માત્ર અભિનય દ્વારા જ નહીં પરંતુ દરેક અલૌકિક પળથી મોહિત થયો.

પ્રેમ, બિનઆમંત્રિત મહેમાનની જેમ, આરવના હૃદયમાં છવાઈ ગયો. તે ક્ષણની નબળાઈ, જ્યારે તેને સમજાયું કે ઝારા તેના વિચારોનું મનપસંદ ગીત બની ગઈ છે પરંતુ, તે આનંદદાયક અને ભયાનક બંને હતી કારણકે આરવ, મહત્વાકાંક્ષી હોવાથી તેને ડર લાગવા લાગ્યો અને મગજ અને દિલ સાથે તર્ક કરવા લાગ્યો. પોતાને હંમેશા લાગણીઓના અજાણ્યા પ્રદેશમાં શોધખોળ કરતો અને જયારે તેને એ વ્યક્તિ મળે છે તો કદાચ તે તેના સપના સાથે બાંધછોડ કદાચ ના કરી બેસે. તેનો આંતરિક સંઘર્ષ વાવાઝોડાની જેમ લાગણીઓની લહેરો સપાટી પર આવી હોય એ રીતે દિલ માં ઝારા જ ની ધૂન જ શરુ રહી.

બે કલાક ની ઇવેન્ટ પુરી થતા બધા પોતાના ઘર તરફ પ્રયાણ કરવા જતા હોય છે પરંતુ આરવ હજુ અસમંજસ માં પડ્યો હોય છે. થોડી વાર સુધી કોલેજ ના શાંત મેદાન માં ઉભો હોય છે ત્યારે જ નિયતિ નું બનવું અને ઝારા ત્યાં થી પસાર થાય છે ત્યારે આરવ અને ઝારાની આંખો મળે છે અને ત્યારે જ જાણે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિઓ ત્યાં આવી અને બંને ને મંત્રમુગ્ધ કરી દે છે. આરવ ની બધી જ મુંજવણ પળવાર માં દૂર થાય જાય છે અને બોલી બેસે છે કે હેલો, મારુ નામ આરવ છે અને હું કોમ્પ્યુટર સાયન્સ નો વિદ્યાર્થી છું; મેં તમારું એંકરિંગ જોયું તમે બહુ સરસ પરફોર્મ કર્યું એક જ શ્વાસ માં બોલી ગયો. ખબર નઈ એ ઈન્ટ્રોવર્ટ છોકરો જે બીજા જોડે બોલતા શરમાય અને એ બધી જ ખચકાટ ભૂલી અને બોલી બેસ્યો. જયારે ઝારા એ ઉભા રહી અને આભાર કહ્યું અને ત્યારે થઇ પ્રથમ વખત વાત થઈ અને બંને એ પોતાનો પરિચય આપ્યો અને આ સાથે જ અહીંથી જ જાણે એક મહાકાવ્ય પ્રેમકહાની પ્રગટ થઈ છે.

પહેલા વર્ષ નો અભિયાસ શરુ થતા બંને પોતપોતાના સપનાઓ ની હરોળ માં લાગી જાય છે અને વર્ષ ના અંત માં ઝારા પ્રથમ વર્ગ થી પાસ થાય છે અને આરવ યુનિવર્સીટી ના ટોપ ૧૦ ની અંદર સ્થાન મેળવે છે. બંને ને એ પ્રથમ મુલાકાત તો યાદ હતી પરંતુ ધ્યેય ને મેળવવાની લગ્ની લાગેલી પરંતુ, એ પ્રેમ ની જ્વાળા ક્યાંક ને ક્યાંક દિલ માં તો હતી જ.

[વધુ આવતા અંકે… શું થાય છે આરવ અને ઝારા ના સપનાઓ અને પ્રેમ નું ]

Like
16
This is a guest post
Author: કાઠિયાવાડી છોકરો
0 Shares:
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like
Fiction story_family_mindshelves
Read More

Family – Fiction Story | Mindshelves

અસંખ્ય કામ નું લિસ્ટ અને જીવ ને અઢળક આનંદ આપે એવો સમય આવી રહ્યો હતો. સાધનાબેન તો જાણે…
Lagni - Mindshelves.com - Bijal Shah
Read More

લાગણી – Lagani

“પાપા, હવે આપડે સ્વાતિ ને કોઈ માનસિક રોગ ના ડૉક્ટર ને બતાવવું જોઈએ” – લાગણી થી ભરપૂર, ચિંતા…
Suryoday Gujarati Fiction Varta - MindShelves
Read More

Suryoday – Gujarati Varta – Fiction Category

સૂર્યોદય સપનાઓ ને સંજોવીને, સુકાયેલા આંસુઓ સામે એકીટસે જોઈ રહી ને, અને કઈ કેટલીયે હાસ્ય થી ભરપૂર પળોને…