…ક્યારેક એવું થાય કે જયારે બોલવાની જરૂર હતી ત્યારે શુ કરવા હું અને જય બંને ચૂપ રહ્યા? જો ત્યારે જ અમે બન્ને એ અમારા જલ્પ માટે બોલ્યા હોત તો આજે આ ના થયું હોત…
જલ્પ એ આજે તો હદ જ કરી નાખી. આજે જય ના ઓફિસ ના કેટલાક મેહમાન જમવા આવ્યા હતા અને જલ્પ વિશે પૂછવામાં આવતા જ જલ્પ જય ના જવાબ ની વચ્ચે જ ભડકી ગયો અને જમવાનું વચ્ચે મૂકી ને બહાર જતો રહ્યો. કેટલું શરમજનક હતું તેનું એ વર્તન.
(અલ્પા લગભગ રાત ના ૨:૩૦ વાગ્યે અઢળક વિચારો ના ઠગલા માંથી, ભૂતકાળ ના સ્મરણો માંથી, અને વર્તમાન ની દુવિધાઓ માંથી રસ્તો નીકળવા માટે સતત પોતાના સાથે વાતચીત કાર્ય કરે છે. જોવે છે તો જય આરામ થી સૂઈ રહ્યો હોય છે અને જલ્પ પણ એના રૂમ માં નિરાંત થી સૂતો હોય છે.)
“અલ્પા, અલ્પા…શુ થયું? કેમ સૂઈ નથી રહી? કઈ ટેન્શન છે?” – જય અલ્પા ને ઊંઘ માંથી જાગી ને એની આમ જાગી રહેવા પાછળ નું કારણ પૂછે છે.
“જય, તારી પાસે ૧૦ મિનિટે છે? મારે કંઈક વાત કરવી છે.”
“અલ્પા, અત્યારે રાત ના ૩ વાગ્યા છે. આપડે સવારે વાત કરશુ જે તારે કરવી હોય એ, અત્યારે તું સૂઈ જા તારી તબિયત બગડી શકે છે આ રીતે.” – જય અલ્પા ને સુવા માટે મનાવે છે પણ એને ક્યાં ખબર કે એ ૧૦ મિનિટે નીકળી ને વાત સાંભળી લેતો, સમજી લેતો, તો એમાં એમનું જ સારી થવાનું હતું.
સવાર થાય છે. અને રોજ ની જેમ અલ્પા એના કામ માં વ્યસ્ત અને જય પણ એની રીતે ઓફિસ જવા માટે તૈયાર થાય છે. ના તો ગઈ કલ રાત ની કઈ વાત ઉચ્ચારે છે કે ના તો અલ્પા ને પૂછે છે કે તને શુ વાત ખટકે છે. અને અલ્પા પણ હવે કોઈ સાંભળે તો બોલું, સાંભળે જ નહિ તો કોને કહું તેમ વિચારી ને પોતાના કામ માં જ રહેવાનું બરાબર સમજે છે.
એટલા માં વેકેશન માટે ઘરે આવેલો જલ્પ જાગી ને બહાર આવે છે. ચુપચાપ નાસ્તો કરે છે, TV જોવે છે, ફ્રેશ થાય છે, અને બહાર જતો રહે છે.
અલ્પા એ પછી ઘણું રડે છે કે પોતાના કરતા વધુ ધ્યાન મેં મારા બાળક અને પતિ ને આપ્યું, પોતાના કરતા વધુ એ લોકો માટે જીવું છું, તો અત્યારે હું આમ સાવ એકલી કેમ છું?
ના તો મારો છોકરો મારી સાથે ૨ મિનિટ બેસે છે, વાત કરે છે, કે ના તો જય મારી વાત સાંભળે છે. મારો વાંક શુ હોઈ શકે છે? મારે આજે આ પૂછવું જ છે બન્ને જન ને. સૌથી પેહલા હું જલ્પ ને પૂછીશ કેમ કે એનું આ વર્તન મને તોડી નાખે છે.
——— સાંજે જલ્પ ઘરે આવે છે. બહાર જ મિત્રો સાથે જમી અને સાંજે લગભગ ૫ વાગ્યા જેવું ઘરે આવી અને તેની રૂમ માં જતો હોય છે, અને ત્યાં જ ————-
“જલ્પ, અહીં આવ તો મારે તારી સાથે કંઈક વાત કરવી છે.”
“મમ્મી, હમણાં નહિ હો પ્લીઝ, હું થાકી ગયો છું અને મારે થોડો આરામ કરવો છે.”
“અમે જ બસ આખો દિવસ નવરા હોયીયે છે તમારા બધા નું ધ્યાન રાખવા માટે. અમારા માટે તમને લોકો ને ૨ મિનિટ નો પણ સમય નથી હોતો અને અમે આખી જિંદગી તમારા પાછળ વિતાવી દીધી.”
“મમ્મી, શાંતિ રાખ હવે કેમ કે હવે મારે અહીં કોઈ જ drama નથી બનાવવો. હું ૨ weeks માટે આવ્યો છું અહીં અને મને અહીં શાંતિ થી રહેવા દો.”
“તું આટલી ખરાબ રીતે કેમ વાત કરે છે મારી સાથે અને જય સાથે? અમે શુ કર્યું છે એવું તો તને આટલું બધું ઘમંડ આવી ગયું છે? તું એટલો મોટો થઇ ગયો છે કે તારા માં જ રહે છે? તને અમારા કરતા તારા મિત્રો વધુ વ્હાલા કેમ છે આટલા બધા?”
———થોડી શાંતિ છવાઈ રહે છે. જલ્પ રસોડા માંથી પાણી લઇ આવે છે અને અલ્પા ને આપે છે, શાંત થવા કહે છે—————
“મમ્મી, શાંત થઇ જા. મને તમારા બન્ને થી શુ વાંધો હોય, તમે તો મારા માં-બાપ છો. હું અત્યારે કોલેજ માં છું પણ મને હજી પણ મારા બાળપણ ના અમુક કિસ્સાઓ ના કારણે પોતાને સારી રીતે present કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે.”
“પણ એમાં અમે શુ કર્યું છે, બેટા?” – એક માં પુત્રપ્રેમ માં અધીર પણ હોય છે તેમ અલ્પા પુરવાર કરે છે.
“મમ્મી, તમે કઈ ના કર્યું એ જ મને અત્યારે નડે છે. તમે ત્યારે મારા માટે ના બોલ્યા જયારે હું પોતાના માટે બોલવા સક્ષમ નહોતો. તમે ત્યારે ના બોલ્યા જયારે મને તમારા સપોર્ટ ની ખુબ જ જરૂર હતી. તમે ત્યારે ના બોલ્યા જયારે બધા સબંધીઓ વચ્ચે મારો મજાક બનાવવામાં આવતો કે મારી ખોટી રીત ની વાત થતી કે મને ટોકવામાં આવતો.”
“જલ્પ, આ બધું બહુ નોર્મલ છે તું આને દિલ પાર લગાવી ને ના રહે ને. આવું બધા સાથે થતું હોય અને બધી વખતે બધા ને જવાબ આપવા જરૂરી નથી હોતા.” – અલ્પા થોડી પરિસ્થિતિ ને સાંભળવા નો પ્રયત્ન કરે છે.
“૧૦ સાગા-સબંધીઓ વચ્ચે જયારે સરખામણી થતી હોય છે અને કહેવામાં આવે છે કે જલ્પ હાજી ભણવામાં ખુબ કાચો છે, અમારા દીપ ને તો બહુ સારું પરિણામ આવ્યું કે પછી જલ્પ ખુબ કાળો થઇ ગયો કે જલ્પ ને કપડાં પહેરવાનો ઢંગ નથી, એને થોડું કપડાં માં ખર્ચ કરવું જોઈએ, એને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, આ ખાવું જોઈએ, આ પીવું જોઈએ, આમ બેસવું, આમ ઉઠવું, …..હું કંટાળી ગયો છું આ બધા થી, મમ્મી.” – જલ્પ પોકે ને પોકે રડી પડે છે જાણે વર્ષો થી આ કોઈ ને કેહવાની રાહ જોતો હોય.
“મમ્મી, તમે મારા વતી ત્યારે કેમ ના બોલ્યા કે જેથી કોઈ જ મને ક્યારેય કઈ ના કહી શકે અને મારા કુમળા માનસ પર એની એવી અસર થઇ છે કે હું ઈચ્છી ને પણ પોતાને એ અંધારા કુવા માંથી બહાર નથી લાવી શકતો.”
….”હું નથી કહેતો કે તમે ખોટા હતા. પણ, તમે જ તો મારા માટે બોલી શકો તેમ હતા. જો ત્યારે તમે બોલ્યા હોત તો હું પણ પોતાને સ્વતંત્રતા થી સમજી પણ શકત અને પોતાના નિર્ણયો લેવામાં એટલો અસમંજસ માં ના મુકાઈ જતો. મારે તમારા હૂંફ ની, તમારા ટેકા ની ખુબ જરૂર હતી. મને પોતાને સમજવાની ખુબ જરૂર હતી અને એવા સમયે અમુક મારા માટે થતી નકારાત્મક વાતો અને ફાલતુ ની ચર્ચાઓ ના કારણે હું આત્મવિશ્વાસ ગુમાવી બેઠો. મને તમે બહુ પ્રેમ અને લાડકોડ થી ઉછેર્યો છે તે હું મનુ છું, પણ મારા વિશે થતી વાતો માં તમે ના બોલી ને એ ટીકાકરો ની શ્રેણી માં જોડાઈ ગયા. વ્યક્તિ નાનો હોય કે પછી મોટો, ઘર ના સભ્યો એનું માન જાળવશે તો જ બહાર ના લોકો પણ સાચવશે. બીજા કોઈ ને મને કઈ જ કહેવાનો કોઈ જ હક નથી, મારા મમ્મી પાપા મને કહેશે તે હું માનીશ, બાકી ના લોકો ની વાતો નહિ. આ એક રેખા છે જે હું માનું છું કે દરેક માં-બાપ એ એના બાળક માટે ખેંચવી જ જોઈએ.” – જલ્પ એ આજે પોતાની વાત ખુલા દિલ થી કરી અને મન ભરી ને રડી પણ લીધું.
“સોરી, બેટા. હું અત્યારે આના થી બધું કઈ જ નહિ કહી શકું. હું ભૂતકાળ તો નથી બદલી શક્તિ પણ હા હું અત્યારે અને ભવિષ્ય માં પણ તારા સ્વાભિમાન ને કે પોતાના ઉપર ના વિશ્વાસ ને ક્યારેય કોઈ જ ઠોકર ના વાગે તેનું ધ્યાન રાખીશ. હું મારી ભૂલ માનું છું કે જયારે બાળકો ની ચર્ચા થતી ત્યારે પ્રીતિ મારી નાની બેન હોવા છતાં પણ તેના છોકરા વિશે હમેશા સારી સારી વાતો કરતી અને તને ટોક્યા કરતી જે હું ચલાવી લેતી હતી. પણ હવે હું નહિ ચલાવી લાઉ. મને માફ કરજે કે અમારા લીધે તને આટલું માનસિક અશાંતિ થઇ જતી હતી.”
“અરે ના ના મમ્મી, તું સોરી ના કહે બસ મને પણ માફ કરી દે કેમ કે હું પણ તારા અને પાપા થી દૂર જવા લાગ્યો હતો. મારે તમારા સાથે પણ સમય વિતાવવો જોઈએ.” – જલ્પ અને અલ્પા ભાવવિભોર થઇ જાય છે.
સાંજે જય આવે છે અને જલ્પ એના પાપા ને પણ આત્મજ્ઞાન કરાવે છે કે તેમને પણ ક્યાંક ને ક્યાંક પોતાની પત્ની અલ્પા ની અને જલ્પ ની અવગણના કરી જ છે. બધા એકબીજા ને માફી માંગે છે અને ઘણા સમય પછી એકસાથે ડિનર કરે છે, જેમાં સન્નાટો નહિ પણ હર્ષોલ્લાશ હોય છે.
બોધ –
૧) દરેક વખતે બાળકો ખોટા હોય તે જરૂરી નથી, તેમને પણ વાત ખુલલાશે કરવાનો મોકો મળવો જોઈએ.
૨) માં-બાપ એ બાળક ની ભૂલ નું પ્રદર્શન કોઈ પણ બહાર ના વ્યક્તિ કે સ્નેહી સ્વજનો સામે ના કરવું જોઈએ.
૩) ટકોર કરો તો એકલા માં કરો અને વખાણ કરો તો બધા ના સામે કરો.
૪) વાત કરવી જોઈએ કે જેથી તેનો ઉકેલ આવે.
૫) કોઈ પણ ની સામે પોતાના લોકો નું ખરાબ ના તો બોલવું જોઈએ, ના તો સાંભળી લેવું જોઈએ.
Gujrati Varta or Gujarati Story માટે વાંચતા રહો Mindshelves!
4 comments
ખુબ સરસ દીદી 🙌👌
Thank You Dewansh 🙂
Liked it. Very good. 😊👍
Thank you @Rinku for liking it 🙂