Loading

સૂર્યોદય

સપનાઓ ને સંજોવીને, સુકાયેલા આંસુઓ સામે એકીટસે જોઈ રહી ને, અને કઈ કેટલીયે હાસ્ય થી ભરપૂર પળોને સમેટવા નો સમય આખરે આવી જ ગયો હતો.

આવતી કાલે સવારે કિરણ એ બધું સમેટી ને નવી દુનિયા ની શોધ માં રવાના થવાની છે

ચહેરા પર શાંતિ પણ હતી પણ સાથે સાથે આવનારા સમય ની થોડી ચિંતા પણ. વિચારો માં જ ખ્યાલ ના આવ્યો કે કોઈક દરવાજો ખખડાવી રહ્યું હતું.

“અરે સાગર, શુ થયું? કઈ કામ હતું મારુ?” – કિરણ જાણતી હતી કે હવે વાત કરવા જેવું તો કઈ જ નહિ હોય કેમ કે જે પણ કહેવાનું અને સાંભળવાનું હતું તે છેલ્લા ૬ મહિના થી ચાલતું જ હતું.

“ના ના કઈ કામ નહોતું, બસ થોડી વાર બેસવાનું મન હતું કેમ કે હવે ફરી ક્યારેય આપડી મુલાકાત તો નહિ જ થાય ને તો થયું કે થોડી વાર વાતચીત કરી લઉં.” – લગ્ન ના ૩ વર્ષ સાથે ગાળ્યા હતા. પરંતુ, અત્યારે એક સેકન્ડ પણ એકબીજા ની સામે જોતા અજુગતું લાગતું હતું. પણ તોયે હિંમત કરી અને કિરણ સાથે બે ઘડી કંઈક મન નો ભાર ઓછો કરવાનું મન સાગર ને થતું હતું.

“હા આવ ને, શું વાત કરવી છે બોલ.” – કિરણ પણ વાત કરવા તો ઇચ્છતી જ હતી પણ પોતે થોડી સંકોચશીલ પણ હતી કેમ કે જે કઈ પણ બન્યું અને એ બધા પછી જે નિરાકરણ આવ્યું તે ક્યારેય વિચાર્યું નહોતું.

“મને એવું લાગે છે કે આ જે કઈ પણ થઇ રહ્યું છે તે બઉ ઉતાવળ માં થાય છે” – સાગર ધીમા અવાજે વાત શરુ કરે છે. “તું જાય છે હંમેશા માટે તે મને ક્યાંક અયોગ્ય લાગે છે. કોઈ રીતે આ બધું ઠીક થઇ શકે તેવું નથી?” – સાગર એ એક આશા ની શોધ માં કિરણ પાસે આવ્યો હોય છે.

“સાગર, મારે તો ક્યારેય ક્યાંય જવું જ નહોતું. આપડા વચ્ચે ઝગડાઓ તો હંમેશા થતા રહેતા હતા અને એ પછી આપડે બધું ભૂલી ને આગળ પણ વધતા રહ્યા, પણ આ વખતે હદ થઇ ગઈ છે. તારી મમ્મી જે કઈ પણ બોલ્યા છે મને, અને તારી શૂન્યતા, એ વાત ને બળ પૂરું પાડનારી સાબિત થઇ હતી. જે મારા માન ની રક્ષા ત્યારે ના કરી શકે જયારે મારે તેની સૌથી વધુ જરૂર હોય, તો તે કઈ કામ નું નથી.” – કિરણ એ માંડ માંડ પોતાના આંસુઓ ને રોક્યા.

કહેવાય છે ને, “આંસુઓ ની પણ મર્યાદા હોય છે, દરેક ની આગળ ના આવે.” અને હવે તો સવાલ પોતાના સ્વાભિમાન નો હતો, રડી ને પોતાને બિચારી પ્રદર્શિત કરવા નહોતી માંગતી એટલે પોતે બહુ જ નીડર છે અને આગળ નો રસ્તો પોતાની જાતે શોધી લેશે તેમ વિચારી ને કિરણ પોતાના નિર્ણય ઉપર અડગ રહી.

“કિરણ, સોરરર…”

“ના સાગર, હવે સોરી થી વાત પતે તેવું નથી રહ્યું, હવે બહુ થઇ ગયું આપડું, હવે આગળ વધ્યે. હું કોઈ વેરભાવ રાખવા નથી માંગતી તો આપડે હસતા મોં થી એકબીજા ને જવા દઈએ તે જ સારું છે.”

“હું મમ્મી ને કહું તને સોરી કહે”

“એનો કોઈ જ મતલબ નથી હવે. જે કહેવાનું હતું એ કહેવાય ગયું અને મને એ વાત થી વધુ એ વાત નું દુઃખ છે કે આટલો બધો સમય સાથે રહ્યા પછી પણ તને મારા માટે લાગણી નથી. ના તો તું મારા માટે ક્યારેય બોલી શક્યો છે ના તો ક્યારેય બોલી શકવાનો છે. હું નથી કહેતી કે વાંક મારો નહિ હોય. વાંક ૧૦૦% મારો પણ નહોતો અને જે કઈ પણ બન્યું તેમાં ફક્ત મને જ ટાર્ગેટ કરવામાં આવી અને એ બધું સાંભળ્યા પછી પણ તું એક શબ્દ ના બોલી શક્યો.” 

“હું તારી જગ્યા એ હોત ને અને મારા મમ્મી એ તને કઈ કહ્યું હોત ને તો હું ભલે કોઈ ની પણ તરફદારી ના કરતી પણ હું એ પરિસ્થિતિ માં ચૂપ રહી ને બધું થવા પણ ના દેતી.”

“હું દિલગીર છું. મને માફ કરી દેને હવે. અને ના જઈશ ને ઘર છોડી ને. હું જામનગર તારા મમ્મી પાપા ને ફોન કરી ને કહી દઉં છું કે બધું ઠીક છે અને કિરણ નથી આવી રહી ત્યાં કાલે.”

“કેમ? કેમ કરવો છે તારે હવે ફોન?”

“કોઈ છોકરી કે છોકરી ના માં-બાપ ના ઇચ્છતા હોય કે તે ઘરે પછી આવે, હંમેશા માટે. અને હું પણ ત્યાં પાછી નથી જઈ રહી.”

“તો? તો, તું ક્યાં જવા માંગે છે?”

“હું જઈ રહી છું વૃંદાવન – જ્યાં શાંતિ છે, જીવન છે, કોઈ મોહ-માયા નથી, અને બસ,… સત્સંગ છે.”

“તું પાગલ થઇ ગઈ છે? હજી તારી ઉમર જ ક્યાં છે સત્સંગ કરવાની અને તારે જવું છે ત્યાં હંમેશા માટે…”

“સત્સંગ ની કોઈ ઉમર નથી હોતી. અને જરૂરી પણ નહોતું કે હું ત્યાં જઈ ને જ કરી શકું. હું અહીં થી પણ કરી શકતી પણ કદાચ નસીબ માં ત્યાં જવાનું જ લખ્યું હતું તો હવે ત્યાં જ…”

“ના કિરણ હું તને નહિ જવા દઈ શકું, પ્લીસ” – સાગર કરગરે છે અને પોતાની નિષ્ક્રિયતા માટે માફી માંગે છે. પરંતુ, કિરણ એ હવે ભક્તિ નો માર્ગ અપનાવી લીધો હોય છે અને હવે તેના માટે સંસાર એ કઈ મતલબ નથી કરતુ. તે તો બસ ભક્તિ ના રંગ માં રંગાઈ જવા માંગે છે. આ માયારૂપી સંસાર માંથી નીકળી જવા માંગે છે. પોતાના જન્મ ને સાર્થક કરવા માંગે છે અને શાંતિ થી જીવવા માંગે છે.

આમ જ વાતો નો દોર શરુ રહે છે અને જોતજોતામાં સવાર થાય છે, લીલાબેન કિરણ ને માફી માંગવા આવે છે અને કિરણ પણ તેમને ગળે મળી ને માફ કરી દે છે.

પોતાના થી કઈ ભૂલ થઇ હોય તો માફી માંગે છે ઘર ના બધા સભ્યો સામે અને જવા માટે રજા માંગે છે. છૂટાછેડા ની અરજી અને પોતે કઈ જ નથી જોઈતું બસ સાગર પોતાનું નવું જીવન કોઈ તેને મનગમતા પાત્ર સાથે શરુ કરે તેવી જ આશા બાંધી ને વૃંદાવન જવા નીકળી જાય છે.

તે સવાર કદાચ સાગર અને તેના પરિવાર માટે સૂર્યાસ્ત હોઈ શકે છે પણ કિરણ માટે તે નવી ઉર્જા, શાંતિ, અને ભરપૂર આનંદ ની લાગણી લઇ ને આવે છે.

તે જાણતી હતી કે તેના માટે સંસાર નો ત્યાગ કરવો સરળ રસ્તો નથી, પણ તે ધર્મ નો માર્ગ તો હતો જ.

તમને આ વાર્તા ગમી હોય તો તેને પોતાની WhatsApp story માં કે Social Media પર Share અચૂક કરજો. અને વધુ આવી જ વાર્તા વાંચવા માટે MindShelves ને Subscribe કરજો.

વાંચતા રહો આવી જ ગુજરાતી વાર્તાઓ, અમારી MindShelves ની Special Gujarati વાર્તાઓ ની શ્રેણી માં. અને હા, તમે પણ વાર્તાઓ લખી શકો છો અને અમારી website ઉપર મૂકી શકો છો.

તો Write for Us – MindShelves!

કેમ કે અમે રચનાત્મકતા ને પ્રોત્સાહન આપ્યે છે. તમારા લેખન ને ઉજાગર કરો અમારી સાથે.

Like
11
0 Shares:
1 comment
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


You May Also Like