મા નર્મદાને કિનારે કિનારે ચાલ્યાં જાવું છે
અમરકંટક થઈ વળી પાછું આવું છે
પથમાં જંગલ, પર્વત, ઝૂંપડા ને મા રેવા
શિક્ષણ વિના ય માણસ સમજણે કેવા
ઈનરાસીડી પર કારકિર્દી જોવા જાવું છે
મા રેવાને કિનારે કિનારે ચાલ્યાં જાવું છે
મુખ્ય માર્ગ છોડી જંગલે લૂંટતા કાબા જોવો
પૂછ્યું અમે તો કહ્યું, “અમારે હુકમ એવો”
મધ ઉછેર કરતા લોકોને મળી આવું છે
મા રેવાને કિનારે કિનારે ચાલ્યાં જાવું છે
ત્યાગથી ચાલતી પરકમ્માનું મહત્વ કેવું?
કરીએ ત્યારે લાગે કે, “જીવન જીવ્યા જેવું”
મોક્ષ નામે ટુંકો શબ્દ સમજવા ન્યાં જાવું છે
મા રેવાને કિનારે કિનારે ચાલ્યાં જાવું છે
માઈલો ચાલીને દેવ અંશને મળી આવું છે
મા રેવાને કિનારે કિનારે ચાલ્યાં જાવું છે
વર્ણન:-
આ કવિતા મે મારા દ્વારા વાંચવામાં આવેલા પુસ્તક તત્વમસિ પર લખી છે જે એક નવલકથા છે અને ધ્રુવ ભટ્ટ (ધ્રુવ દાદા) દ્વારા લખવામાં આવેલી છે.
આ પુસ્તક વાંચ્યા પછી એમાં લખેલા શબ્દો, પાત્રો, જગ્યા, માણસો અને અંદર આપવામાં આવેલો સંદેશો મારા મનમાં ફર્યા જ કરતા હતા.
તો મેં એ વાતોને મારી ઢબે કંડારવાનો એક પ્રયાસ કર્યો છે. જોકે, પુસ્તક જેટલી સચોટતા તો ન જ આવી શકે. પણ, કદાચ કોઈ આ કવિતા વાંચીને એ પુસ્તક વાંચવાની ઈચ્છા પણ કરશે તો મને બહુ ગમશે.
This is a guest post
Dewansh is the true spirit of the author. He has written many poems in Gujarati. He is an avid reader and has a keen interest in Gujarati novels and poems. He is a design consultant by profession but loves creating content and short stories that showcase his incredible love for the Gujarati language and India.