“મમતા, તું વિનોદ ને આ બધી વાતો ની જાણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજે. હું સવાર થતા મમ્મી ને કહી દઈશ કે વિનોદ ને આ બાબત ની જાણ ના કરે.” – અશોકભાઈ એ થોડા સમય મૌન માં વિતાવ્યા પછી, આ રીતે પોતાનું મૌન ત્યાગ્યું અને ફરી થી વિચારો માં સરી પડ્યા.
મમતા પણ ખુલ્લી આંખે એ જ વિચાર્યા કરતી કે ક્યાં જાહોજલાલી માં જીવવા માટે ટેવાયેલી જ્યારે થી લગન કરી ને આ ઘર માં આવી હતી ત્યાર થી. અને ક્યાં હવે આ અંધારા રસ્તાઓ ઉપર કોઈ જ જાત ની ખાતરી વગર, બન્ને જુવાન છોકરા, મૂંઝાયેલો પતિ, અને ઘડપણ ના ઉંબરે ઉભેલી એવી સાસુમા ને લઈને નીકળવું.
મન માં અને મન માં વાતો કરતી કે કાલ નો કોઈ ભરોસો ક્યાં છે જ, ક્યાં રાજા ની જેમ રહેવા ટેવાયેલો અશોક અને એનું આખું ઘર, પળભર માં જમીન પર આવી ગયું. જે મિલકત, ઠાઠ, અને પ્રતિષ્ઠા ની વાહવાહી આટલા વર્ષો સુધી ભોગવી, તે સવાર થતા જ છોડી ને ચાલતું થવું પડશે.
એ ઘર, ગાડીઓ, નોકર-ચાકર, અને રુઆબ જેના ઘમંડ થી ક્યારેક અમારું વ્યક્તિત્વ તરબતર થતું હતું, તે બધું જ ધૂળ થઇ ગયું છે.
છોકરાઓ ને પણ સમજાવી દીધા હતા કે કાલે સવાર થતા જ આપણે બધા એ આ ઘર છોડી ને કોઈ સામાન્ય એવા ઘર માં રહેવા જવાનું છે.
રાજ અને રિયા બંને ખુબ સમજુ હતા. જિંદગી આખી પૈસા થી ઘેરાયેલા રહ્યા હોવા છતાં આ પરિસ્થિતિ માં કોઈ જ પ્રશ્ન પૂછ્યા વગર બન્ને જણા એ પોતપોતાનો સમાન તૈયાર કરી રાખ્યો હતો.
બસ સવાર થવાની જ હતી અને ત્યાં તો બહાર માણસો ના ટોળેટોળા ઉમટી પડ્યા અને સાથે સમાચાર ની દુનિયા ના લોકો પણ સહભાગી થયા. જેમતેમ કરી અને અશોકભાઈ તેમની પત્ની, માતા, અને છોકરાઓ સાથે ઘર થી દૂર ક્યાંય બીજે ઠેકાણે સમાન લઈને ચાલ્યા ગયા.
તેમનો નાનો ભાઈ વિનોદ વર્ષો પેહલા ઓસ્ટ્રેલિયા માં પોતાનો ધંધો અને ઘરસંસાર બનાઈ ને બેઠો હતો પણ તે આ બધી વાતો થી સાવ અજાણ હતો.
વાત જાણે એમ બની કે અશોકભાઈ ને પોતાની કંપની ના જ કોઈ કર્મચારી તરફ થી દગો મળ્યો હતો જેમાં તેમને જમીન પર બેસવાનો વારો આવી ગયો હતો.
તેમને આ ધંધો વારસા માં મળ્યો હતો પણ બધું જ ઝાપટી લેવાની લાલચ માં તેને “આ બધા માં તને કઈ ખબર ના પડે” તેમ કહી ને વિનોદ ને ધકેલી દીધો હતો અને પોતે વર્ષો થી એકલે હાથે ધંધા ને ચલાવતો રહ્યો. જયારે એમાં ખોટ જવા લાગી ત્યારે ઘણી વાર એમ થયું કે વિનોદ ને વાત કરું પણ ક્યાંક એ મને ના પડી દેશે તો તેમ વિચારી ને પારકા ઉપર વધુ વિશ્વાસ કરવા લાગ્યો જેનું પરિણામ તે અત્યારે ભોગવી રહ્યો હતો.
મીનાક્ષી એ ઘણી વાર કહ્યું કે બંને ભાઈઓ એકબીજા નો ટેકો બની શકો તેમ છો તો તું કેમ મને વિનોદ ને આ વાત કરવાની ના પાડે છે?
મમ્મી, આપડે વિનોદ ને કયા મોં થી આ વિશે કહ્યે? જયારે આ કંપની મારા સાથે વિનોદ ની પણ હતી, તો પણ મેં તેને ક્યારેય આમાં આવવા જ ના દીધો. એ બીક થી કે ક્યાંક એ આમાં પોતાનો હક તો નહિ બનાવી બેસે ને, અને હવે જયારે અહીં પહોંચ્યા છે ત્યાં હું એને કહીશ તો એ શુ કામ મને મદદ કરશે?
મીનાક્ષીબેન કઈ જ ના બોલ્યા કેમ કે સુરેશભાઈ ના દેહાંત પછી તે અશોકભાઈ સાથે જ રહ્યા હતા અને ત્યાં જ તેમને રહેવાનું પણ હતું.
નવા ઘર માં પ્રવેશ કરે છે અને જોવે છે તો બધે જ જર્જર દીવાલો અને લીક થતા નળ ના અવાજ સંભળાય કરે છે. પણ, જે પણ હતું હવે આ જ એક વિશામો હતો તેમ સમજી ને કળશ-પૂજા સાથે શુભ શરૂવાત કરે છે.
એક દિવસ વીતે છે, બે દિવસ વીતે છે, આમ કરતા અઠવાડિયું જતું રહે છે. અશોકભાઈ ક્યાંક થી ને ક્યાંક થી આ ગુત્થી ને સુલઝાવાની મથામણ માં હોય છે. કઈ સૂઝતું નથી અને હવે તો બચેલા રૂપિયા પણ વપરાવવા આવ્યા છે, કંઈક જલ્દી જ કરવું પડશે.
મમતા પણ પોતાના વર્ષો જુના જોબ ના biodata ને અલગ અલગ કંપની માં વહેતા કરે છે. કંઈક તો કરવું પડશે નહિ તો ઘર ના ખર્ચા ક્યાંથી નીકળશુ આ પ્રશ્ન ઘર ના રહેલા બધા ને હેરાન કરે છે.
મીનાક્ષીબેન ક્યાંક ને ક્યાંક બોલી પડે છે કે, “તારા પાપા અત્યારે જીવતા હોત તો આ દિવસ ના જોવા પડતા આ ઉંમરે.”
ક્યાંક ને ક્યાંક બધા પોતપોતાનો ગુસ્સો અને નારાજગી બતાવી રહ્યા હતા.
અશોકભાઈ પણ નોકરી માટે વલખા મારી રહ્યા હતા પણ ક્યાંય કઈ કામ થાય તેમ નહોતું.
રાત્રે કંટાળી ને બધા જમવા માટે બેસી રહ્યા હતા ત્યાં જ ડોરબેલ રણકી. જોયું તો કોઈક એક ગિફ્ટ બહાર મૂકી ને ચાલ્યું ગયું હતું. પેહલા તો કોઈએ નજીક જવાની હિમ્મત ના કરી પણ પછી જે પણ હશે જોયું જશે તેમ કરી ને અશોકભાઈ નજીક જઈ અને પેકેટ અંદર લઇ આવ્યા.
ખોલી ને જોવે છે તો બધા જ દંગ રહી જય છે. આ શું?
શું છે અશોક એમાં? મીનાક્ષીબેન અને મમતા બંને થી રહી નથી શકાતું કેમ કે એ પેકેટ ની વસ્તુ જોઈ ને અશોકભાઈ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે.
અંદર જોવે છે તો ખાલી ચેક મળે છે અને સાથે એક લેટર જેમાં લખ્યું હોય છે કે,
“પ્રિય ભાઈ, તમે બધા મજામાં હસો, બધા ને મારા પ્રણામ. આટલું બધું બની ગયું અને તમે અમને જાણ પણ ના કરી, આટલા અળખામણા સમજી લીધા તમે અમને? મને આ વાત ની જાણ મારા એક મિત્ર એ કરી જે એ જ કંપની માં કામ કરે છે જ્યાં તમે ૫ દિવસ પેહલા ઇન્ટરવ્યૂ માટે ગયા હતા. તેને મને બધી વિગતવાર વાત કરી અને જણાવ્યું કે અત્યારે પરિસ્થિતિ ઘણી અલગ છે. તમને આ ખાલી ચેક મોકલું છું, તમને જેટલી જરૂર હોય તેટલા ઉપાડી લેજો અને અમે બધા આવતા મહિને ત્યાં ફરવા આવ્યે છે તો અમે તમારા બધા સાથે જ રોકાઈશું. મળીયે આવતા મહિને, જય શ્રી ક્રિષ્ણા.”
વર્ષો ના અબોલા જાણે પળભર માં તૂટી ગયા. બધા વેહમ ના વાદળો હટી ગયા, અને સદંતર પ્રેમ જ પ્રેમ વર્ષી રહ્યો હતો. થતું હતું કે પોતાના નાના ભાઈ કે જેને મારે પિતા ની જેમ સાચવવાનો હતો તેને મેં કેટલો દુઃખી કર્યો. ક્યારેય મારા ઘરે વિશામો ના આપ્યો અને અત્યારે આ પહાડ જેવી મુશ્કેલી માંથી એને મને સહજતા થી નીકાળી દીધો. સ્વાર્થ માણસ ને કેટલો આંધળો બનાવી દે છે કે એને પોતાના અને પારકા ની ઓળખ પણ નથી થઇ સકતી.
હું ખરેખર કેટલો ખોટો હતો, કેટલો અસુરક્ષિત, પોતાના ભવિષ્ય ને લઈને.
અશોકભાઈ એ રૂપિયા થી પોતાનું ઘર પાછું મેળવે છે જે તેમના પિતા એ ઘણા પ્રેમ અને મેહનત થી બનાવ્યું હોય છે.
મહિનો વીતે છે અને વિનોદ ઘરે લગભગ ૧૫ વર્ષે આવે છે. બંને ભાઈઓ એકબીજા ને ભેટી ને ખુબ જ રડે છે કે જિંદગી ના અમૂલ્ય વર્ષો આપડે એકબીજા વગર જ વિતાવી દીધા પણ હવે આપડે એકબીજા ની પડખે જ ઉભા રહીશું.
વર્ષો પછી એક ન્યાય થયો હતો જે કોઈ ઉત્સવ થી ઓછો ના હતો.
4 comments
Wah.. khubh saras
Thanks Timir!
Mast Bijal Didi
Thanks Dewansh!