જશ – Credit
એવું દરેક ના જીવન માં બનતું જ હશે કે કામ આપડે કરીયે અને એ કામ નો જશ એટલે કે ક્રેડિટ કોઈ બીજું લઇ જાયે.
મિત પણ એવો જ એક કર્મચારી છે જે IT કંપની માં તનતોડ મેહનત કરે છે. કોઈ મુશ્કેલી આવે તે પહેલા જ તેને પારખી લઇ અને નુકશાન ના થાય તે માટે ના સ્ટેપ્સ લે છે. કોઈ નવું કર્મચારી આવ્યું હોય અને તેને મદદ ની જરૂર હોય તો હમેશા મદદ કરે છે. પણ જયારે વાત પગાર વધારવા ની આવે ત્યારે તેને માંડ ૧૦% નો વધારો મળે છે. જયારે તેની સરખામણી એ અમિત ને હમેશા 50% નો ફાયદો થાય છે. અને વાત જયારે વખાણ કરવાની આવે છે ત્યારે હંમેશા અમિત ને જ વધારે ટેલેન્ટેડ બતાવવામાં આવે છે જે મિત ને હમેશા માઠું લાગતું હોય છે. કે શુ એટલું વધુ અમિત કરે છે જે હું નથી કરતો?એવું કેમ?
અમિત એવું તો શુ કરે છે?
જયારે બંને એક જ કંપની માં એક જ ડીપાર્ટમેન્ટ માં અને સરખી જ પોઝિશન ને સાંભળે છે તો પણ કેમ એવું?
કેમ કે અમિત પોતે કરેલા કામ ને કઈ રીતે હાઈલાઈટ કરવું એ જાણે છે. તે જાણે છે કે કામ કરે છે તો એ કામ ને બતાવવું પણ પડશે કેમ કે કોર્પોરેટ લાઈફ નો નિયમ સમજવો ખુબ જરૂરી છે – “જો દિખતા હે વહી બિકતા હે” એટલે કે લોકો ના ધ્યાન માં બની રહેવું ખુબ જ જરૂરી છે. તે પછી ઓફિસ હોય, ઘર હોય, સમાજ હોય, કે પછી મિત્ર વતૃળ હોય.
અમિત અને મિત બન્ને મદદ તો કરે જ છે પરંતુ અમિત ત્યારે જ પોતાની જગ્યા એ થી મદદ માટે ઉભો થાય છે જયારે તેને બોલાવવા માં આવે. જયારે મિત પોતાનું કામ બાજુ માં મૂકીને પણ બીજા ને મદદ કરવા માટે તત્પર રહે છે.
જોવા જઇયે તો બંને પોતાની જગ્યા એ સાચા જ છે. પણ, જયારે વાત જશ એટલે કે ક્રેડિટ ની આવે ત્યારે મિત જેવા લોકો ને ઓછા જ ધ્યાન માં લેવા માં આવે છે. આવા લોકો ખરેખર ઘણા પાસાઓ ને સાંભળી લેતા હોય છે અને સામે કઈ કહી બતાવતા પણ નથી હોતા. પણ અમિત જેવા લોકો સફળતા ની સીડીઓ ને સડસડાટ ચડી જાયે છે કેમ કે તેમને ચપળ અને હોશિયાર ગણવા માં આવે છે.
તમે કોના જેવા થવાનું પસંદ કરશો? મિત જેવા કે અમિત જેવા?
તમને આ સ્ટોરી ગમી હોય તો આને share, like, અને comment અચૂક કરજો. વધુ શોર્ટ સ્ટોરીએસ માટે subscribe કરવાનું ના ભૂલતા.
4 comments
This is a bitter truth in any corporate life. 👌👌👌👌👌
Agree, thanks.
Meet jeva thavu gamse kem ke ae real che. Vehla k moda safadta aene madvani. Nice story 👍
Thanks. Nice POV.